શ્રાવણ વદ આઠમ ને શુક્રવાર તા. 04/09/2026 ના દિવસે જન્માષ્ટમી છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે રાત્રિના 11 કલાક સુધી રોહિણી નક્ષત્ર ઉત્તમ છે જન્મ સમયે ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિમાં વૃષભ રાશીમાં છે.
ભારતના બધા જ પ્રમુખ કૃષ્ણ મંદિરમા તા. 4 સપ્ટેમ્બર ના દિવસે જ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે.વર્ષમા ચાર મહારાત્રી આવે છે. (1)કાલરાત્રી એટલે કાળી ચૌદશની રાત (2)મહારાત્રી એટલે મહાશિવરાત્રી (3) મોહરાત્રી એટલે જન્માષ્ટમી ની રાત્રી (4) દારૂૂણરાત્રી એટલે હોળીની રાત્રી. આ ચાર મહારાત્રી દરમ્યાન કરેલ પૂજા પાઠ અનુષ્ટાન તુરંત ફળદાઈ બને છે. શાસ્ત્રી રાજદીપ જોશી ના જણાવ્યા પ્રમાણે આમ પુરાણ પ્રમાણે પણ જન્માષ્ટમીની રાત્રી નું મહત્વ વધારે રહેલું છે.
સંકલન: શાસ્ત્રી રાજદિપ જોષી (વેદાંતરત્ન)
શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અજા એકાદશીનો શુભ સંગમ
શ્રાવણ વદ અગિયારસ ને સોમવાર તા. 7 સપ્ટેમ્બર ના દિવસે અજા એકાદશી છે આ વર્ષે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અજા એકાદશી છે આથી આ સોમવારનું મહત્વ ઘણું વધી જશે આ દિવસે શિવ ભક્તિ કરવી ઉત્તમ ફળ આપનાર બનશે જીવનની મુસીબતો દૂર થશે. આ એકાદશીના દિવસે સવારના વહેલા ઊઠી નીત્ય કર્મ કરી ઘરે શાલીગ્રામની પૂજા કરવી શાલીગ્રામ ઉપર ચંદન ચોખા કરી ત્યારબાદ તુલસીનું પાન ચઢાવવુ અબીલ ગુલાલ કંકુ પધરાવવા આ દિવસે ભગવાનને સૂકી ખારેક ખાસ ધરાવી ત્યારબાદ મહાદેવજી ના મંદિરે જઈ શિવલિંગ ઉપર મહાદેવજીને એક જળનો લોટો ચઢાવવો વસ્ત્ર જનોઈ ચંદન ચોખા કરવા અબીલ ગુલાલ પધરાવા ત્યાર બાદ ૐ નમ: શિવાયની એક માળા કરવી ત્યાર-બાદ પીપળે પાણી રેડવું પીપળાની પ્રદક્ષિણા ફરવી આ દિવસે આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવુ જ બપોરની નિદ્રાનો ત્યાગ કરવો એકાદશીની વ્રત કથા સાંભળવી ભક્તિ અને કીર્તન કરવારાત્રિના 12 વાગ્યા સુધીનુ જાગરણ કરવુ આ દિવસે બ્રાહ્મણ ભોજન કરાવી શકાય.
શ્રી કૃષ્ણ ભગવાનનો આઠ અંક સાથેનો સંબંધ
આઠ અંક શની ગ્રહ નો છે. શ્રી કૃષ્ણ ભગવાનનો આઠ અંક નો સંબંધ બહુ જ મહત્વનો ગણવામાં આવે છે (1)શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર હતા તે ઉપરાંત જોઈએ તો (2) શ્રીકૃષ્ણ ભગવાન વાસુદેવના આઠમી સંતાન હતા (3) શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ રાત્રીના આઠમાં મુહૂર્ત મા થયેલો હતો (4)શ્રીકૃષ્ણ ભગવાનને આઠ પટરાણી હતા (5) શ્રીકૃષ્ણ ભગવાને જે ગીતામાં ઉપદેશ આપેલો છે તેમાં આઠમાં અધ્યાયનો આઠમો શ્ર્લોક શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપદેશ માનવામાં આવે છે (6)શ્રી કૃષ્ણ ભગવાનનો આયુષ્ય 125 વર્ષ નુ માનવામાં આવે છે આનો સરવાળો કરી તો આઠ થાય (7) શ્રી કૃષ્ણ ભગવાનના જે જેલમાં જન્મ થયો હતો કહેવાય છે કે તેને આઠ દરવાજા હતા (8) શ્રી કૃષ્ણ ભગવાનને 16100 પટરાણી હતા 1+6+1 +0+0આનો સરવાળો કરી તો પણ આઠ આવે. જ્યોતિષમાં આઠ અંકને શનિ ગ્રહનો અંક માનવામાં આવે છે અને શનિ ગ્રહ ન્યાયનો કારક છે શ્રીકૃષ્ણ ભગવાન પણ ન્યાયપ્રિય હતા. જો આપની જન્મકુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય શની પીડા હોય પનોતી પીડા હોય તો જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા ભક્તિ કરવી જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આપેલા પાંચ અમર નિયમો, જે જીવન બદલી નાખે છે
1 કર્મ કરો, ફળ ની ચિંતા ન કરો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન તમારું કામ માત્ર કર્મ કરવાનું છે, પરિણામ મારા હાથ માં છે. ફળ ની ચિંતા કરશો તો દુ:ખી થશો, કર્મ પર ધ્યાન આપશો તો સફળ થશો.
2. સુખ-દુ:ખ માં સમાન રહો – સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ, નફો-નુકસાન, જીત-હાર, માન-અપમાન માં જે માણસ એક સરખો રહે છે, તે જ સાચો યોગી છે. આને જ સમત્વ કહે છે.
3. આત્મા ક્યારેય મરતો નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિન શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે. એટલે કોઈ ના જવા થી ડરો નહીં, મૃત્યુ એ ફક્ત વસ્ત્ર બદલવા જેવું છે. આ વિચાર બધો ભય કાઢી નાખે છે.
4. પોતાના ધર્મ એટલે કે સત્ય ને વળગી રહો – સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: બીજા નું જોઈને તેના જેવું બનવા કરતા, પોતાના કામ ને 100% પ્રામાણિકતા થી કરવું એ જ મોટો ધર્મ છે. તમારો ધર્મ જ તમારી પૂજા છે. એટલે કે હંમેશા સત્ય અને વળગી રહો. અંતે તમારો જ વિજય થશે તમારું જ ભલું થશે.
5. બધું મને અર્પણ કરી દો – સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ બધી ચિંતા છોડીને મારા શરણે આવ. હું તને બધા પાપો માંથી મુક્ત કરીશ. જ્યારે તમે અહંકાર છોડીને સમર્પણ કરો છો, ત્યારે જ સાચી શાંતિ મળે છે. જન્માષ્ટમી એ ફક્ત મટકી ફોડવા નો તહેવાર નથી, આ 5 નિયમો ને જીવન માં ઉતારવા નો દિવસ છે.
શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી દિવો કરી તેના ઉપર બાળ ગોપાલ અથવા શ્રી કૃષ્ણ ભગવાનની છબી પધરાવી.આગળ એક પાત્રમા ભગવાનને રાખી અને જળ પંચામૃત સાકરવાળા દૂધથી અભિષેક કરવો ત્યાર બાદ ભગવાનને બાજોઠ ઉપર રાખી વસ્ત્ર મુકુટ પહેરાવી અને ચંદન ચોખા કરી ફુલ અર્પણકરી અબીલ-ગુલાલ ચડાવવા ધુપ નૈવૈદ્યમા મીઠાઈ માખણ ધરાવું અથવા દહીં ધરાવી શકાય આરતી કરવી પગે લાગવુ આમ ઘરના સભ્યો ભેગા મળી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવાથી ઘરમાં શાંતી મળે છે અને સંપ રહે છે. તે ઉપરાંત જન્માષ્ટમીની રાત્રે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જપ કરવાથી માનસિક શાંતિ મળે છે. 1 અથવા 11 માળા કરવી. જે લોકોને જીવનમા કામ કર્યા છતા પણ યશના મળતો હોય તો જન્માષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાનની છબી સામે દીવો અથવા અગરબતી કરી અને ઓમ કલીમ ક્રિષ્ણાય નમ: મંત્રની 11 માળા કરવી લાભ મળશે યશ મળશે. જન્માષ્ટમીના દિવસે એકટાણું અથવા ઉપવાસ જરૂૂર રાખવો.
