ઈન્દોરમાંથી ગુજરાતનો નકલી IAS અધિકારી ઝડપાયો

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જે પોતાને જિલ્લા કલેક્ટર ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. આરોપીએ ભાડાના મકાનની બહાર ‘IAS રાજ…

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જે પોતાને જિલ્લા કલેક્ટર ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. આરોપીએ ભાડાના મકાનની બહાર ‘IAS રાજ સોની, જિલ્લા કલેક્ટર’ની નેમપ્લેટ લગાવી હતી. ઘરની અંદર ‘સત્યમેવ જયતે’ લખેલી ફોટો ફ્રેમ સાથે પોતાને અધિકારી જેવો બતાવવાનો પ્રયાસ કર્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ હિમાંશુ પાંચાલ (28) તરીકે થઈ છે. તે અમદાવાદના સાબરમતીનો રહેવાસી છે. ઇન્દોરની ઓમેક્સ સિટી-1 સ્થિત શુભ આંગણ પ્રીમિયમ કોલોનીના મકાન નંબર 1565-અમાં ભાડેથી રહેતો હતો. તેણે લગભગ 15 દિવસ પહેલા મકાનની બહાર નકલી નેમપ્લેટ લગાવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ પહેલા પોતાનું નામ રાજ સોની જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે આરોપી ઇન્દોરની શેરેટન હોટલમાં જમવા પહોંચ્યો હતો. જ્યારે બિલ ચૂકવવાની વાત આવી ત્યારે તેણે કહ્યું કે તેની પાસે અત્યારે પૈસા નથી. તેણે હોટલની સર્વિસ બુકમાં ’રાજ સોની’ નામ લખ્યું. તેણે કહ્યું કે તેનો ઙઅ લગભગ બે કલાકમાં આવશે અને હોટલનું પેમેન્ટ કરી દેશે. હોટલ મેનેજમેન્ટને તેની વાત પર શંકા ગઈ. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પૂછપરછમાં આરોપીએ પોતાને IAS અધિકારી અને જિલ્લા કલેક્ટર ગણાવ્યો. પોલીસે તેને પોસ્ટિંગ અને ઓળખ સંબંધિત પ્રશ્નો પૂછ્યા, પરંતુ તે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં.

પોલીસ પૂછપરછમાં તેની ઓળખની તપાસ કરવામાં આવી. આરોપીએ પોતાનું સાચું નામ હિમાંશુ પાંચાલ જણાવ્યું. પોલીસે તેના ભાડાના મકાનની તપાસ કરી, જ્યાં પણ નકલી ઓળખના પુરાવા મળ્યા. મકાનની બહાર કાળા રંગની નેમપ્લેટ લાગેલી હતી, જેના પર ‘IAS રાજ સોની, જિલ્લા કલેક્ટર’ લખેલું હતું. ઘરની અંદર ‘સત્યમેવ જયતે’ લખેલી ફોટો ફ્રેમ પણ રાખેલી હતી. આરોપી લગભગ એક મહિના પહેલા ઇન્દોરમાં રહેવા આવ્યો હતો અને લગભગ 15 દિવસ પહેલા મકાનની બહાર નકલી નેમપ્લેટ લગાવી હતી. હિમાંશુ પાંચાલ પહેલા અમદાવાદની એક આઈટી કંપનીમાં કામ કરતો હતો. પરિવારમાં ફક્ત તેની માતા છે. હોટલમાંથી મળેલી ફરિયાદ અને તપાસ બાદ ઇન્દોરની લસૂડિયા પોલીસે હિમાંશુ પાંચાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો. તેના પર ઇગજની કલમ 204 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ ગુજરાતના ગાંધીનગર સ્થિત અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. ત્યાં 23 મે 2026ના રોજ તેની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ એફઆઈઆર નંબર 441/2026 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *