સરકારની જુદી જુદી આરોગ્ય વિષયક યોજનાઓ અને કાર્યક્રમોમાં લાભો તેમજ સ્થાનિક કક્ષાએ આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, સંવર્ગમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ સંવર્ગોમાં 349 કર્મચારીઓની જગ્યાઓ ભરાઈ છે. જે પૈકી તા. 17 માર્ચથી કુલ 282 કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. ત્યારબાદ તા. 19 માર્ચના રોજ સરકારએ એસ્મા એક્ટ અંતર્ગત આરોગ્યની સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરે છે.
ત્યાર બાદ તા. 20 ના રોજ હડતાલ પર રહેલા કુલ 269 કર્મચારીઓને અનધિકૃત ગેરહાજરી બદલ સેવાઓ તૂટના આદેશ કર્યા હતા. તેમજ તા. 26 માર્ચના રોજ કુલ 154 કર્મચારીઓ હડતાલ પર રહ્યા હતા. જે પૈકી 153 કર્મચારીઓને આરોપનામાં આપવામાં આવેલ અને 1 કર્મચારીને તેમની નિમણૂકની શરતોના ભંગ બદલ છૂટા કરવામાં આવ્યા છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.