સુત્રાપાડાના પાધરૂકા ગામેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

  સુત્રાપાડાના પાધરુકા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિકોએ સુત્રાપાડા પોલીસને જાણ કરતા સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી…

 

સુત્રાપાડાના પાધરુકા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિકોએ સુત્રાપાડા પોલીસને જાણ કરતા સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મૃતકના કિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું આધાર કાર્ડ મુજબ મૃતક અમરેલીના મીઠાપુર નક્કી ગામના મકવાણા રમેશભાઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. સાથે સાથે નજીક રોડ પર મોટરસાયકલના તૂટેલા પાર્ટ્સ પણ મળી આવ્યા હતા જ્યારે મોટરસાયકલ આગળના થરેલી ગામ નજીક પેટ્રોલ પંપ પાસે મળી આવી હતી જોકે મૃતદેહને લઈને અનેક તર્ક વીતર્કો સર્જાઇ હતી. હત્યા કે અકસ્માત અંગે સુત્રાપાડા પોલીસે વધું તપાસ હાથ ધરી છે. રાત્રે બનાવ બન્યો હતો. સ્થાનિક ગામ લોકોને વહેલી સવારે આ સમગ્ર મામલે જાણ થતા ગામ લોકોએ સુત્રાપાડા પોલીસને જાણકારી હતી. સુત્રાપાડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી મૃતદેને પીએમ અર્થે સુત્રાપાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *