આવતીકાલે ખગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહીં

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં બુધવાર તા. 12 મી ઓગસ્ટે અમુક ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ,…

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં બુધવાર તા. 12 મી ઓગસ્ટે અમુક ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, ઉત્તર સ્પેન, આર્કટિક, પશ્ચિમ આફ્રિકા, નોર્થ અમેરિકા, યુરોપ, સમુદ્ર વિસ્તારમાં પૂર્ણ અને ખંડગ્રાસ જોવા મળશે. આ ગ્રહણની અવધિ 4 કલાક 23 મિનિટની છે. ગ્રહણ નરી આંખે જોવું જોખમકારક છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. ભારત જન વિજ્ઞાન જાથાએ દેશભરમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજ સાથે સદીઓ જુની ગેરમાન્યતાઓનું ખંડન કાર્યક્રમોનું આયોજન ગોઠવ્યું છે.

સંવત 2082 ના અષાઢ વદ અમાસને તા. 12 મી ઓગસ્ટ, 2026 ના રોજ કર્ક રાશિમાં આશ્ર્લેષા નક્ષત્રમાં થનારું ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. જયારે સૂર્યગ્રહણ પૂર્ણ આર્કટિક, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, સ્પેન, ખંડગ્રાસ પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ-મધ્ય આફ્રિકા અને યુરોપમાં જોવા મળવાનું છે. આ ઉપરાંત બેરિંગ સમુદ્ર, અલાસ્કારનો અખાત, લ્યુકોર્ટ સમુદ્ર, ચુકચી સમુદ્ર, લેબ્રેડોર સમુદ્ર વિસ્તારમાં જોવા મળવાનું છે.

ભૂમંડલે ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : 21 કલાક 04 મિનિટ, ગ્રહણ સંમીલન : 22 કલાક 27 મિનિટ, ગ્રહણ મધ્ય : 23 કલાક 15 મિનિટ, ગ્રહણ ઉન્મીલન : 24 કલાક 03 મિનિટ, ગ્રહણ મોક્ષ : 25 કલાક 27 મિનિટ, આ ગ્રહણનું ગ્રાસમાન : 1.0386 રહેશે. ગ્રહણની અવિવિધ 04. કલાક 23 મિનિટની છે.
વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી-ખરાબ, શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ-તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા-દેવા નથી.

લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ-હવન, જપ-તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધ:પતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની લેભાગુઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. છતાં પણ ભારતમાં માનસિક નબળા લોકો ચંદ્ર-મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃતિના દર્શન કરાવી તેના મંત્ર-જાપ કરી નંગની વીંટી પહેરી મુખાર્મીનું પ્રદર્શન કરે છે. રાજયમાં જાથાના કાર્યક્રમો જિલ્લા મથકો સહિત અનેક તાલુકા મથકે અયાોજનની તૈયારી ચાલી રહી છે.

જાથાના બિલડીના ખીમજીભાઈ બારોટ, દેવળાના બાબુભાઈ જાગાણી,અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, વિનોદ વામજા, રાજુભાઈ યાદવ, જીવણભાઈ મિયાત્રા, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, હુસેનભાઈ ખલીફા, નિર્ભય જોષી, ભાનુબેન શેઠીયા, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા અનેક કાર્યકરો કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.

અંતમાં રાજ્યમાં જાથાની શાખાઓમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મર્યાદીત સંખ્યામાં હોય આમંત્રિતો માટે જ રાખવામાં આવ્યું છે. વિશેષ જાણકારી માટે મો. 98252 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *