હાઇકોર્ટના હુકમ બાદ પોલીસની કાર્યવાહીથી ખળભળાટ
ભાગીદારની બનાવટી સહીઓ કરી ઉચાપત કર્યાનો આરોપ
સુરતના ઉદ્યોગજગતમાં મોટુ માથુ ગણાતા લક્ષ્મી ડાયમંડવાળા વસંતભાઇ ગજેરા તેના બે ભાઇઓ સહીતના લોકો સામે હાઇકોર્ટના હુકમ બાદ પોલીસે રૂા.1928 કરોડથી વધુની છેતરપીંડીનો ગુનો નોંધતા સુરત અને સૌરાષ્ટ્રમાં ભારે ખળભળાટ મચી ગયેલ છે.
અરજદાર પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ તેઓને ડાયરેક્ટર પદેથી દૂર કરવા માટે સુઆયોજિત કાવતરું રચ્યું હતું. આ કૌભાંડમાં મુખ્યત્વે ચુનીભાઈ હરીભાઈ ગજેરા, વસંત હરીભાઈ ગજેરા, અશોકભાઈ હરીભાઈ ગજેરા, રાકેશભાઈ ગીરધરલાલ ગજેરા અને બકુલભાઈ હરીભાઈ ગજેરા સામેલ છે. આ ઉપરાંત, હિતેશભાઈ રમેશભાઈ પરદેશી, (n) CODE SOLUTIONS ના ડીલર ગૌતમ પ્રજાપતિ અને કંપનીના તત્કાલીન સી.એસ. તથા અન્ય શેર હોલ્ડરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ તા. 01/01/2015 ના રોજનો પ્રવીણ અગ્રવાલનો એક બનાવટી રાજીનામા પત્ર અને બોગસ સહીઓ વાળો લેટર ઉભો કર્યો હતો. રાકેશ ગજેરાએ પ્રવીણ અગ્રવાલ, તેમના પત્ની શ્રીમતી શીતલ અગ્રવાલ અને પિતા દેવકીનંદન અગ્રવાલની ખોટી સહીઓ ઇક્વિટી શેર ઓફર લેટર અને રીનાઉન્સીએશન ફોર્મમાં કરી હતી. આ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી, છઘઈ માં બોગસ ડિજિટલ સહી દ્વારા રેકોર્ડ અપલોડ કરવામાં આવ્યા હતા, જેનાથી ફરિયાદીના પરિવારનો હિસ્સો ઘટાડી આરોપીઓએ આર્થિક ફાયદો મેળવ્યો હતો.
કંપનીના પ્રોજેક્ટ “મિલેનીયમ-02” અને “મિલેનીયમ-04” ની આશરે 185 દુકાનોના વેચાણ વખતે ફક્ત જંત્રી મુજબનો જ અવેજ ચોપડે દર્શાવી બાકીની આશરે રૂૂ. 1,47,64,49,000/- ની રકમ કંપનીમાં ન દર્શાવી આરોપીઓએ હડપ કરી લીધી હતી. એકંદરે કુલ રૂૂ. 19,28,39,69,000/- (ઓગણીસો અઠ્ઠાવીસ કરોડ ઓગણ ચાલીસ લાખ અગ્ગો સીતેર હજાર) ની જંગી રકમની ફોર્જરી અને ઉચાપત આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે.
ફરિયાદી પ્રવીણ અગ્રવાલને આ છેતરપિંડીની જાણ થતા, આરોપીઓએ તેઓને ખોટા ક્રિમિનલ કેસોમાં ફસાવી દેવાની અને જો કોઈ કાર્યવાહી કરશે તો પરિવાર સમેત જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે ઇકો સેલ દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-409, 465, 467, 468, 471, 474, 386, 389, 506(2), 120(બી) અને 34 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ગજેરા બંધુઓ અને તેમની કંપનીઓ સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં ચાર અને ઉમરા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ છેતરપિંડીના કેસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત, મુંબઈ ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) દ્વારા પણ મની લોન્ડરિંગ એક્ટ (ઙખકઅ) હેઠળ તેઓની સામે કેસ નોંધવામાં આવેલો છે.
