અહીના રહેવાસીઓ પાકા-આવાસ અને પુન:વસવાટની કામગીરી માટે હક્કદાર, પુરુષોત્તમ પીપરિયા અને એડવોકેટ રવિ ગોગિયાની કાનૂની રાહે ન્યાય માટે જહેમત
રાજકોટના જંગલેશ્વર સોસાયટી, હરીજનવાસ, રાધા કૃષ્ણ નગર, બુદ્ધ નગર, આહિર વાસ અને નાડોદા સહિતના વિસ્તારોમાં છેલ્લા 6 દાયકા (60 વર્ષ) થી વધુ સમયથી હિન્દુ મુસ્લિમ પરિવારો વસવાટ કરી રહ્યા છે. પેઢીઓથી અહીં રહેતા સ્થાનિક નાગરિકોના રહેણાંકને તોડી પાડવાની કાર્યવાહીનું જોખમ લટકી રહ્યું છે ત્યારે રહીશોમાં ભારે ચિંતા અને અજંપો અનુભવાય રહ્યો છે અને ઘેરા ડરની લાગણી વ્યાપક બની છે ત્યારે તંત્રએ માનવીય અને કાયદાકીય અભિગમ દાખવી એક શ્રેષ્ઠ અને માનવીય સતાધીશનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
મામલતદાર (રાજકોટ પૂર્વ) દ્વારા કાયદાકીય રીતે અયોગ્ય એવી તોડફોડની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી, ત્યારે રહીશોએ ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ પિટિશનો દ્વારા લડત આપી હતી. અંતે હાઈકોર્ટે સામે સામાજીક અગ્રણી ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્યાતનામ એડવોકેટ રવિ બી. ગોગીયાએ સાહસિક લડત આપતા આ ગંભીર માનવીય પાસાઓને ધ્યાને લઈ એક ઐતિહાસિક ચુકાદો આપેલ, જેમાં મામલતદાર દ્વારા બજાવવામાં આવેલી તમામ ડિમોલિશન નોટિસોને તત્કાલ પ્રભાવથી રદબાતલ ઠેરવી છે અને સરકારની પુન:વસવાટ યોજના હેઠળ અરજદારોની રજૂઆત સાંભળી વહેલી તકે નિર્ણય કરવા હુકમ કરેલ. હાલ રહીશોમાં પ્રવર્તી રહેલ ઘેરી ચિંતા એ છે કે, પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિર્ધારિત ’પ્રિસ્કાઇબ્ડ ઓથોરિટી’ ના માળખામાં રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશન (RMC) અને રુડા (RUDA) ના સક્ષમ અધિકારીઓ સહિત લઘુત્તમ 8 સભ્યોની નિમણૂક અનિવાર્ય છે. આ નિયમ મુજબ, કમિટીમાં ઓછામાં ઓછા 4 સભ્યો સરકાર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ હોવા જોઈએ તેમ છતા પ્રિસ્કાઇબ્ડ ઓથોરીટીની નિષ્ક્રીયતાને કારણે સ્લમ વિસ્તારને દુરસ્ત કરવામાં સફળ રહ્યા નથી તે ગરીબ ઝુંપડામાં વસવાટ કરતા ગરીબ પરીવારોને કાયદાકીય હકકથી વંચીત રાખવા બરાબર છે.
જંગલેશ્વર અને તેની આસપાસના વિસ્તારો માટે આ ગેઝેટમાં અત્યંત મહત્વની વિગતો છે. ગેઝેટના અનુક્રમ નંબર 103 મુજબ, વોર્ડ નંબર 17 માં આવેલ જંગલેશ્વર વિસ્તારને સ્લમ તરીકે નોટિફાય કરવામાં આવ્યો છે, જેનું કુલ ક્ષેત્રફળ 2,86,468 ચોરસ મીટર દર્શાવેલ છે અને તે ઝઙ સ્કીમ નં. 6 હેઠળ ફાઈનલ (ઋઙ ગઘ. 160, 176, 177, 179, 187 અને 190) મળી કુલ 1,87,439 ચોરસ મીટર વિસ્તારને આ પ્રોજેક્ટમાં સાંકળી લેવામાં આવ્યો છે. તેવી જ રીતે, અનુક્રમ નંબર 111 મુજબ નાડોદા નગરને પણ સ્લમ એરિયા જાહેર કરાયેલ છે, જે 37,124 ચોરસ મીટરમાં ફેલાયેલ છે. આ ગેઝેટ એ વાતનો મજબૂત પુરાવો છે કે આ જમીન સુધારણા અને પુન:વિકાસ માટે સરકાર દ્વારા માન્ય કરવામાં આવી છે, જેના આધારે રહીશો પાકા આવાસ અને પુન:વસવાટની કાયદેસરની માંગણી કરી શકે.આ ગેઝેટમાં જંગલેશ્વર ઉપરાંત રૈયાધાર, પોપટપરા, ભગવતીપરા અને રામનાથ પરા જેવા કુલ 135 જેટલા સ્લમ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરની સહી સાથેનું આ ગેઝેટ તા. 13 જુલાઈ, 2017 ના રોજ તૈયાર કરવામાં આવ્યું હતું અને તા. 18 ઓક્ટોબર, 2017 ના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ થયું હતું.
“RMC દ્વારા આ વિસ્તારોમાં મુખ્યમંત્રી આવાસ યોજના’ તથા ’પ્રધાનમંત્રી આવાસ યોજના’ ના માધ્યમથી PPP (Public Private Partnership મોડલ પર રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવાની થાય છે. આ નીતિ મુજબ, ડેવલપરને ૠઉઈછ ના નિયમોનુસાર પ્રોત્સાહક ઋજઈં ફાળવી, લાભાર્થીઓને તમામ પાયાની સુવિધાઓ સાથેના ’2 રૂૂમ-રસોડા’ ના પાકા મકાનો સોંપવાની જોગવાઈ છે. આ મોડેલ સરકાર અને જનતા બંને માટે ફાયદાકારક હોવા છતાં, વહીવટી પ્રક્રિયામાં થઈ રહેલો વિલંબ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
તંત્રની આ ઢીલી નીતિને કારણે હજારો પરિવારો હજુ પણ ભય અને અનિશ્ચિતતાના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ હોવા છતાં, RMC તરફથી હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. રહીશોની મક્કમ માંગ છે કે RMC વહીવટી સક્રિયતા દખાવી આવાસ નિર્માણની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂૂ કરે. જોગવાઈઓ મુજબ ત્વરિત કમિટીનું ગઠન કરી કાર્યરત કરી અનામત રાખેલી જમીન પર ગરીબ પરિવારોના હિતમાં કામ શરૂૂ કરવું એ હવે અનિવાર્ય છે.
ગરીબોના હક્ક માટે નિષ્કામ લડત આપતા સામાજીક અગ્રણી ડો. પુરૂૂષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવી બી. ગોગીયાના માર્ગદર્શન હેઠળ જંગલેશ્વર વિસ્તારના હરેક જ્ઞાતીના મોભીઓ અને યુવકો કાનુની લડાઇમાં એકામતે એકાજૂથે મહેનત કરી રહ્યા છે તેની સ્થાનીક રહેવાસીઓ સરાહના કરી રહ્યા છે.
