પુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના ભાઇએ કાર સળગાવી નાંખી

શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા નાણાવટી ચોક પાસે આવેલા આરએમસી કવાર્ટરમાં પુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના ભાઇ દ્વારા કાર સળગાવી નાખી હતી.…

શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા નાણાવટી ચોક પાસે આવેલા આરએમસી કવાર્ટરમાં પુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના ભાઇ દ્વારા કાર સળગાવી નાખી હતી. આ અંગે યુનિ. પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ અગાઉ ફોન ઉપર મારી નાખવાની અને ગાડી સળગાવી નાખવાની ધમકી પણ આપી હતી.

જાણવા મળતી વિગત મુજબ વિજય પ્લોટ શેરી નં.10માં રહેતા ચીરાગ બોદુભાઇ ધોરી (ઉ.વ.42)એ યુનિ.પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાણાવટી ચોક પાસે આવેલ આરએમસી કાવર્ટરમાં રહેતા વિમલ ઉર્ફે ભાયો સતીષભાઇ અગ્રાવતનું નામ આપ્યુ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેણે 15 દિવસ પહેલા આરએમસી કવાર્ટરમાં રહેતા તેના ભત્રીજા રાજ ચૌહાણને તેની બેઝા કાર હંકારવા માટે આપી હતી. દરમ્યાન આજે વહેલી સવારે રાજનો તેને ફોન આવેલો અને આરોપી વિમલ અગ્રાવતે કાર સળગાવી નાખયાનુ જણાવ્યુ હતુ જેથી તેઓ તાત્કાલીક દોડી જતા ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવી નાખેલી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ તેનો પુત્ર સાહીદ આરોપી વિમલ અગ્રાવતની બહેનને ભાગડી ગયો હતો. જે બાબતનો ખાર રાખી ગત તા.9ના રોજ વિમલે તેમને વોટસએપ કોલ કરી જૂના કેસમાં સમાધાન કરી લે નહીતર છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખીશ અને તારી કાર સળગાવી નાખશી તેવી ધમકી આપી હતી. દરમ્યાન આજે આરોપીએ આરએમસી કવાર્ટરના પાર્કિંગમાં પડેલી તેમની કાર સળગાવી નાખી હતી. આ અંગે યુનિ. પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *