કોઠારિયા સોલવન્ટ પાસે રૂા.60 હજારનો દેશી દારુ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝડપાયો

કોઠારીયા સોલવન્ટ ફાટકથી હુશેની ચોક તરફ જતા રસ્તા પાસેથી પીસીબીની ટીમે રૂૂ.60 હજારનો દેશી દારૂૂ ભરેલી ઓટો રીક્ષા સાથે ગોંડલના શખ્સ ની ધરપકડ કરી રૂૂ.2.10…

કોઠારીયા સોલવન્ટ ફાટકથી હુશેની ચોક તરફ જતા રસ્તા પાસેથી પીસીબીની ટીમે રૂૂ.60 હજારનો દેશી દારૂૂ ભરેલી ઓટો રીક્ષા સાથે ગોંડલના શખ્સ ની ધરપકડ કરી રૂૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં દેશી દારૂૂનો જથ્થો ગોંડલના શખ્સ પાસેથી લાવ્યાનું ખુલ્યું હતું.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્ય કરતી પીસીબીને શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ બંધ કરાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે પી.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી.ત્યારે હેડકોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણાને મળેલ સયુક્ત હકીકત મળી હતી કે, કોઠારીયા સોલવન્ટ ફાટકથી હુશેની ચોક તરફ જતા રસ્તા ઉપર ઓટો રીક્ષામાંથી દેશી દારૂૂના જથ્થા સાથે એક નીકળવાનો છે જેના આધારે વોચ ગોઠવી ઓટો રીક્ષા નં.જી.જે.03.સી.ટી.4645 માં ગોંડલ ભગવતપરા વાછરા રોડ વી.કે.નગરમાં રહેતા કરણ ગોવિંદભાઇ પરમારને રૂૂ.60,000ના 300 લીટર દેશી દારૂૂ સાથે ઝડપી લીધો હતો પુછપરછમાં આ દારૂૂનો જથ્થો ગોંડલ ભગવતપરાના જય ઉર્ફે જય રસીકભાઇ મકવાણાએ સપ્લાય કર્યો હોવાનું ખુલ્યું હતું.

પીસીબીએ કુલ રૂૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પી.સી.બી. પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવેએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *