રાજકોટ, જામનગર અને પોરબંદરમાં સાયબર ફ્રોડ કરનાર જૂનાગઢનો ચીટર ઝબ્બે

રાજકોટ,જામનગર અને પોરબંદર જીલ્લામાં સાયબર ફ્રોડ આચનાર જૂનાગઢના શખ્સને શાપર વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલ ભેજાબાજ સામે અગાઉ 11 ગુના નોંધાયેલ છે. સોશિયલ મિડીયા…

રાજકોટ,જામનગર અને પોરબંદર જીલ્લામાં સાયબર ફ્રોડ આચનાર જૂનાગઢના શખ્સને શાપર વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલ ભેજાબાજ સામે અગાઉ 11 ગુના નોંધાયેલ છે. સોશિયલ મિડીયા મારફતે અલગ-અલગ ધંધાર્થીઓ બાબતે માહિતી મેળવી તેનો ઓનલાઈન સંપર્ક કરી ધંધાકીય બાબતે વાતચીત કરી લોકોને શીશા માં ઉતરતો હતો.

મળતી વિગતો મુજબ રાજકોટના મવડી ચોકડી પાસે રહેતા અને શાપરમાં રોયલ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ચલાવતાં ગૌતમભાઈ રામાણી (ઉ.વ.38)ના ધંધાથી ઓનલાઈન માહિતગાર થઈ મોટા પ્રમાણમાં એફ.આર.પી. મેવોલ કવર ખરીદ કરવાની વાત કરી બાદમાં નેપાળ બોર્ડરની ગર્વમેન્ટ એપ્રુવલ લેવા અને સર્ટિફિકેટ કઢાવવાનું કહી રૂૂા.5300 ઓનલાઈન મેળવી લઈ ઠગાઈ કરવા મામલે શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. શાપર પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી અલગ-અલગ બહાના કરી સાયબર ફ્રોડ આચરતાં જૂનાગઢ રહેતાં વિશાલ ઉર્ફે કાનો હેમંતભાઈ કણસાગરા (ઉં.વ.32, રહે. હાલ રોયલ હાઈટ્સ, જૂનાગઢ મૂળ વસંતપુર, તા. જામજોધપુર)ને ઝડપી લીધો હતો. વિશાલને પકડી રૂૂા.5300 રીકવર કર્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી અગાઉ જામનગરમાં ફ્રોડ સહિત 10 ગુનામાં અને રાણાવાવમાં 1 મળી કુલ 11 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછતાછ શરૂૂ હતી.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી શાપર વેરાવળના પી.આઈ આર.બી.રાણા તથા સેક્ધડ પી.આઈ બી.એલ.રોહીત તથા પીએસઆઈ આર.ડી. સોલંકી તથા એ.એસ.આઇ. દીવ્યરાસિંહ સરવૈયા તથા પો.હેડ.કોન્સ અજયભાઈ સવશીભાઈ ખટાણા તથા પો.કોન્સ લગધીરસિંહ ભીખુભા તથા વીમલભાઇ વેકરીયા તથા મનસુખભાઇ ચૌહાણ તથા દીવ્યેશભાઇ શામળા તથા આઇ.ટી એક્સપર્ટ કલગી ભટ્ટ વિગેરે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *