બાર કાઉન્સિલની ચૂંટણી વકીલો માટે લડે છે જીતુભાઇ પારેખ

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામાન્ય ચુંટલી – 2026 ના ઉમેદવાર જીતેન્દ્ર એચ. પારેખ, એડવોકેટ સને-1999 થી વકીલાતના કાર્યક્ષેત્રમાં રાજકોટ ખાતે સક્રિય થયેલ છે, પોતાના એલએલ.બી.…

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામાન્ય ચુંટલી – 2026 ના ઉમેદવાર જીતેન્દ્ર એચ. પારેખ, એડવોકેટ સને-1999 થી વકીલાતના કાર્યક્ષેત્રમાં રાજકોટ ખાતે સક્રિય થયેલ છે, પોતાના એલએલ.બી. ના અભ્યાસકાળ દરમ્યાન રાજકોટના સીનીયર એડવોકેટ પી.આર. દેસાઈ સાથે લેબર કોર્ટ તથા એમ.એ.સી.પી. તેમજ ક્ધઝયુમર એકટ અન્વયેની પેકટીસ ચાલુ કરેલ, ત્યારબાદ સને-2001 થી રાજકોટના સીનીયર એડવોકેટ મિહિરભાઈ દવે સાથે ફોજદારી તથા સીવીલ ની પ્રેક્ટીસ ચાલુ કરેલ અને સને 2004 થી રાજકોટના એડવોકેટ આર ડી. ઝાલા સાથે સીવીલ તથા રેવન્યુની પેકટીસ કરી રહેલ છે.

હાલના ઉમેદવાર જીતેન્દ્ર એચ, પારંખ, એડવોકેટ એ સૌપથમ સને : 2003-04 માં રાજકોટ બાર એસોસીએશનમાં ચૂંટલી લડવાનુ ચાલુ કરેલ અને આ ગાળા કરમ્યાન ભાજપ. લીગલ સેલમાં સક્રિય થયેલ અને આ ભાજપ લીગલ સેલમાં સને : 2003-04 થી આજદિન સુધી અવિરત સેવા એડવોકેટ અનિલભાઈ દેસાઈ, દિલીપભાઈ પટેલ, હિતેપબાઈ દવે, પિયુષભાઈ શાહ તથા કમલેશ ડોડીયા તથા સાથી એડવોકેટ આબીદ એ. સોસન એમ તમામ સાથે સક્રિય સભ્ય તરીકે કામગીરી કરેલ છે. અને રાજકોટ બાર એસોસીએશનમાં 4-વખત કારોબારી તથા ટ્રેઝરર (ખજાનચી) તરીકે તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ગત સાલ-2025 સુધી વકીલો માટે હોદેદાર તરીકે રહી સક્રિય કામગીરી કરેલ છે.

પોતાના કાર્યકાળ દરમ્યાન કોવિડ 19 વખતે સતત 5 મારા સુધી કીટ વિતરણ કાર્યક્રમ પણ સક્રિય રીતે પુર્ણ કરેલ છે, તેમજ રાજકોટ બારમાં મેડીકલ કેમ્પ, રસીકરણ કેમ્પ, એજયુકેશન કેમ્પ, વિગેરે પણ સફળતાપૂર્વક કરેલ છે.

તેમજ રાજકોટ મારમાં અત્યાર સુધીમાં થયેલ ગોય સેમીનારમાં સક્રિય રીતે રહી સુદ્દઢ વ્યવસ્થાના ભાગરૂૂપે રહી કામગીરી કરેલ છે. હાલમાં પોતાની વઠીલાતના સીલ્વર જયુભેલી વર્ષ પુર્ણ કરી 26 માં વર્ષમાં પ્રવેશ કરેલ છે અને વકીલાતના વિશાળ પરીવારની સતત ચિંતા રાખતા હોય જેથી સને-2024 થી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ઉમેદવારી નોંધાવી અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધે અને સૌરાષ્ટ્રના વકીલોના પ્રાણ પ્રશ્નોનો અને નાના-મોટા પ્રશ્નોનો પોતાના કેન્દ્રમાં રહી નિકાલ થઈ શકે તેમજ વિશાળ ફલક ઉપર ગુજરાતના વકીલોના હિત માટે કાર્ય કરી શકે તેવા શુભદ્રઢ નિશ્ર્ચયથી ઉમેદારી નોંધાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *