બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુટણીમાં રાજકોટ માથી ઉમેદવારી નોધાવનાર સુવિખ્યાત ધારાશાસ્ત્રી સી.એચ. પટેલ (ચંદ્રેશભાઈ હરસુખભાઈ પટેલ) ને રાજકોટ અને સોરાષ્ટ્રમાં પ્રચાર દરમિયાન ઠેર ઠેર પ્રચંડ સમર્થન મળતા તેઓની જીત નિશ્ચિત બની છે. સી.એચ. પટેલએ આ ચૂંટણીમાં કોઈને હરાવા માટે નહીં પરંતુ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રાજકોટનું પ્રતિનિધિત્વ વધે તે માટે આ ચુટણી લડતા હોવાનું જણાવ્યૂ હતુ. આજે સી.એચ.પટેલના સમર્થનમાં સંમેલન યોજાનાર છે તેમાં ભારત-ઈંગ્લેન્ડ મેચનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.
વકીલાતના ક્ષેત્રમાં અનેક વકીલોના પ્રથમ ગુરુ તરીકે જાણીતા એડવોકેટ સી.એચ. પટેલ (ચંદ્રેશભાઈ હરસુખભાઈ પટેલ) બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ક્રમ નંબર – 61 ઉપરથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. છેલ્લા 26 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા અને વકીલોની વેદનાને નજીકથી જાણતા સાથી તરીકે, તેઓ માત્ર પદ માટે નહીં પણ વકીલોની પ્રતિષ્ઠા વધારવાના મુખ્ય ધ્યેય સાથે મેદાને ઉતર્યા છે.
સી.એચ.પટેલ બહોળો સંગઠનલક્ષી અને વહીવટી અનુભવ ધરાવે છે. તેઓ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનમાં વર્ષ 2011 થી સ્થાપક સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થામાં તેઓએ 3 વર્ષ સુધી ઉપપ્રમુખ અને સતત 5 વર્ષ સુધી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે. હાલમાં પણ તેઓ માર્ગદર્શક સમિતિમાં કાર્યરત રહીને વકીલોના પ્રશ્નો અંગે 108 બિરુધ્ધ મેળવી વકીલોના પ્રશ્નોનોની સફળ નિરાકરણ લાવી રહ્યા છે. આ ઉપરાંત, તેઓએ રાજકોટ ભાજપ લીગલ સેલમાં 3 વર્ષ સુધી સહ-સંયોજક તરીકે રહીને રાજકોટમાં વકીલોનું મજબૂત સંગઠન બનાવી સફળ પ્રતિનિધિત્વ કર્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુટણીના પ્રચાર અર્થે સી.એચ.પટેલ ને સૌરાષ્ટ્રના મોરબી, ટંકારા, વાંકાનેર, સોમનાથ-વેરાવળ, કોડીનાર, તાલાલા, કલ્યાણપુર, લાલપુર, ખંભાળિયા, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ભાણવડ, ઓખા, દેવભૂમી દ્વારકા, કેશોદ, માળીયા હાટીના, માંગરોળ, વંથલી, જામનગર, અમરેલી, રાજુલા, બાબરા, સાવરકુંડલા, ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જુનાગઢ અને ઉનામાં વકીલોનું જબરુ સમર્થન મળ્યું હતુ. રાજકોટ શહેરમાં તમામ સિનિયર અને જુનિયર એડ્વોકેટોનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. રાજકોટ રેવેન્યૂ બાર એસો. રેવેન્યૂ પ્રેકટિશનર એસો., એમ.એ.સી.પી. બાર, લેબર બાર, ક્રિમિનલ બાર તથા રાજકોટ ડિસ્ટ્રીક નોટરી એસો. ના સભ્યએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુટણીમાં પરિવર્તન કોલ આપી સી.એચ. પટેલને ટેકો જાહેર કર્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુટણીમાં ઉમેદવાર સી.એચ. પટેલે જણાવ્યૂ હતુ કે હું આ ચુટણીમાં કોઈને હરાવા માટે ચુટણી લડતો નથી પરંતુ ગુજરાત બાર કાઉન્સિલમાં રાજકોટનું પ્રતિ નિધિત્વ વધે તે માટે ચુટણી લડી રહિયો છુ. ભૂતકાળમાં રાજકોટમાંથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ત્રણ સભ્ય હતા.
અને ક્રમશ આ પ્રતિનિધિત્વ ઘટતા રાજકોટનું પ્રતિનિધિત્વ વધે તે માટે આ ચુટણી લડી રહીયો છું મારી આ લડતમાં રાજકોટના તમામ સિનિયર અને જુનિયર એડવોકેટો સાથ સહકાર આપી રહીયા છે. સી.એચ.પટેલને પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ-સંયોજક અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્ય હિતેશભાઈ દવે, કિશોરભાઈ સખીયા, શહેર ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ, સહ-સંયોજક કમલેશભાઈ ડોડિયા તથા લીગલ સેલના તમામ હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો, સિનિયર એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટ, અર્જુનભાઈ પટેલ, એન. જે. પટેલ, જી. એલ. રામાણી, જયક્રુષ્ણ માકડિયા, રક્ષિત કલોલા, પ્રશાંત પટેલ, જગદીશ પડિયા, હિમાશું પારેખા, ડી.બી. બગડા, નુર્પેન ભાવસાર, ડિસ્ટ્રીક નોટરી એસો. ના ડી.ડી. મહેતા, રાજભા ઝાલા, શેલેષ ભટ્ટ, ઓમદેવસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, પ્રાણવ પટેલ, સમીર પટેલ, વિજય ભટ્ટ, વિમલ ભટ્ટ, અશ્વિન ગોસાઇ, અનિલ જસાણિ, આનંદ જોષી, અનિલ ગોગિયા, અશોક ત્રાંબાડિયાં, જયભારત ધામેચા, મુકેશ ત્રાંબાડીયા, અમિત ગડારા, નિલય ડેડાણીયા, કેતન ડેડકીયા, અતુલ પટેલ, વિજય ડઢાણીયા, જગદીશ સોરઠિયા, જિગ્નેશ ડોડીયા, હિતેશ જોષી, હરેશ સોરઠિયા, હેમાનસૂ સિસાંગીયા, ધનારાજ સાવલિયા, આશિષ ડોબરિયા, ભાવિક આંબલીયા, આનંદ પરમાર, શ્યામ પરમાર, કશ્યપ અદારોજા, રમેશ આદરોજા, નંદકિશોર પાનોલા, બીનીતા ખાટ, પુનમ અગોલા, સોના કાથરોટિયા, મિતલ કલારિયા, રશ્મિ સાપરિયા, બિનલ હાસલીયા સહિતના વિજયી બનાવવા હાકલ કરેલ છે. સી.એચ.પટેલને રાજકોટ શહેર તથા જિલ્લાના અલગ-અલગ બાર એસોસિએશને ખુલ્લો ટેકો જાહેર કરતા, તેમજ સૌરાષ્ટ્રના સંખ્યા બંધ વકીલો અને તમામ જ્ઞાતિના વકીલોનું બહોળું સમર્થન મળતા તેઓનો વિજય નિશ્ચિત બન્યો છે.
