રાત્રે શો રૂમમાં બિહારી ગેંગ ત્રાટકી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ટોળાએ એક લૂંટારુને ઝડપી લઇ અધમૂઓ કરી નાખ્યો, ત્રણ શખ્સો નાસી છૂટયા
સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વીથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે. સોમવારે રાત્રિના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં ચાર લૂંટારુઓ રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા હતા જવેલર્સ શોરૂૂમમાં આશરે 10 લાખની લૂંટ ચાલવી હતી. લૂંટારુઓનો પ્રતિકાર કરતા ટોળકીએ 3 રાઉન્ટ ફાયરિંગ કરતા શોરૂૂમના માલિકને માલિકને ગોળી વાગી હતી જેમાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. લુંટ ચલાવી ભાગવા જતા એક લુંટારૂૂ ટોળાના હાથમાં આવી ગયો હતો જેને ટોળાએ લમધારી નાખ્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દેકારો થતા અને ટોળા ભેગા થઇ જતા લુટારૂૂ ટોળકીના ત્રણ સભ્યો લુંટ કરેલ એક થેલો મૂકી ભાગી ગયા હતા. જેને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં આવેલ શ્રીનાથજી જવેલર્સ શોરૂૂમમાં લૂંટના ઈરાદે લૂંટારુઓ પ્રવેશ્યા હતા. શોરૂૂમમાં હાજર અશ્વિનભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિકાર કરતા જ લૂંટારુઓમાંથી એક આરોપીએ અશ્વિનભાઈ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરીંગનો અવાજ થતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ચાર લુટારુ ભાગ્યા હતા જેમાંથી એક ટોળાના હાથમાં આવી જતા ટોળાએ તેને લમધારી નાખ્યો હતો.
લુંટારૂૂએ કરેલ ગોળીબારમાં જવેલર્સના માલિક અશ્વિનભાઈના છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. લોકોના ટોળા ભેગા થઇ જતા લુંટ ચલાવનાર ટોળકી લુંટ કરેલ દાગીના ભરેલ એક થેલો ત્યાં રેઢો મૂકી ભાગી ગયા હતા.
સીસીટીવી ફૂટેજમાં આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. લોકોની સતર્કતા અને હિંમતને કારણે ચાર આરોપીઓમાંથી એકને ઘટનાસ્થળેથી જ લોકોએ પકડી પાડ્યો હતો. એક આરોપીના હાથમાં લૂંટની બેગ પણ નજરે પડી હતી. પોલીસના અનુમાન મુજબ, આ બેગમાં લૂંટની જ્વેલરી હોઈ શકે છે. જોકે, તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓએ બે બેગમાં જ્વેલરી ભરી હતી, જેમાંથી એક શોપમાં જ રહી ગઈ હતી અને બીજી બેગ લઈને તેઓ નાસી છૂટ્યા હતા.ગુસ્સે ભરાયેલા ટોળાએ આ આરોપીને માર માર્યો હતો, જેના કારણે તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પકડાયેલ શખ્સ મૂળ બિહારનો દીપક પાસવાન હોવાનું જાણવા મળ્યું હતું. બનાવમાં સુરત પોલીસની અલગ અલગ ટીમે તપાસ કરી ફરાર થઇ ગયેલા અન્ય ત્રણને પકડવા તપાસ શરુ કરી છે. ફરાર થયેલા ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. સુરત સચિન પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
