ઉપલેટામાં સસ્તા સોનાની લાલચ આપી ઝવેરી સાથે રૂપિયા 40 લાખની ઠગાઇ

ઉપલેટામાં સોની વેપારીને સોનું અપાવવાની લાલચ આપી જેતપુરના એક ઈસમે રૂૂ. 40 લાખ માતબર રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઈ વિશ્વાસઘાત કર્યાની ઘટના સામે આવી છે.…

ઉપલેટામાં સોની વેપારીને સોનું અપાવવાની લાલચ આપી જેતપુરના એક ઈસમે રૂૂ. 40 લાખ માતબર રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઈ વિશ્વાસઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ઉપલેટામાં બી.એ.પી.એસ. મંદિર પાછળ રહેતા અને ’રાધે ટચ લેબ’ નામે સોનાના ઘરેણાની દુકાન ચલાવતા 42 વર્ષીય વેપારી સમીરભાઈ વલ્લભભાઈ લાઠીગરાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જેતપુરના જયગીરી સુરેશગીરી ગોસાઈ નામના શક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદની વિગતો મુજબ, ફરિયાદી સમીરભાઈનો નાનો પુત્ર દેવ છેલ્લા ત્રણ વર્ષથી ઉપલેટાની જયગીરી સુરેશગીરી ગોસાઈ પાસે ક્રિકેટ કોચિંગ મેળવવા જતો હતો. સમીરભાઈ પોતાના પુત્રને એકેડમી ખાતે લેવા-મૂકવા જતા હોવાથી આ કોચ વ્યક્તિ સાથે તેમની ઓળખાણ થઈ હતી અને બંને અવારનવાર સાથે બેસી સોની કામના વ્યવસાય અંગે વાતચીત કરતા હતા. શરૂૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે આ શક્ષે વેપારી પાસેથી આશરે રૂૂ. 12 લાખ ઓનલાઇન મેળવી સમયમર્યાદામાં 100 ગ્રામ સોનું પૂરું પાડ્યું હતું.અગાઉ સમયસર સોનું મળી ગયું હોવાથી વેપારીને તે વ્યક્તિ પર પૂરો ભરોસો બેઠો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2026 માં સમીરભાઈને વધુ સોનાની જરૂૂરિયાત ઊભી થતાં તેમણે આ ઈસમને 400 ગ્રામ સોનું મંગાવી આપવા જણાવ્યું હતું, જેના બદલામાં એક માસમાં સોનું આપવાની અને તેમાંથી રૂૂ. 40 લાખ દલાલી લેવાની વાત નક્કી થઈ હતી.

આ સોદા પેટે વેપારીએ તા. 06/01/2026 થી તા. 15/04/2026 દરમિયાન પોતાના નાગરિક બેંકના ખાતા, પુત્ર મીતના ખાતા, પત્ની પલ્લવીબેનના ખાતા તેમજ મિત્ર મંદિપભાઈ શેઠના બેંક ખાતા મારફતે ટુકડે-ટુકડે ઓનલાઇન પેમેન્ટ કરીને કુલ રૂૂ. 40 લાખ જયગીરીના ખાતામાં જમા કરાવ્યા હતા. જોકે, એક માસની મુદત પૂર્ણ થઈ હોવા છતાં આ શક્ષે વેપારીને 400 ગ્રામ સોનું આપ્યું ન હતું. વેપારીએ અવારનવાર પોતાના સોનાની અથવા આપેલા નાણાંની ઉઘરાણી કરવા છતાં સામેવાળી વ્યક્તિએ સોનું કે પૈસા પરત ન આપી છેતરપિંડી આચરી હતી. પુત્ર મીત અને સાળાના દીકરા સાથે ઉપલેટા પોલીસ મથકે પહોંચી તા. 11/11/2026 ના રોજ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ધાધલને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *