ગોંડલ તાલુકાના ત્રાકુડામાં ખેતમજુરના હાથે વાડી માલીકના પત્નીની હત્યા

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ભાઈબીજ નાં સપર માં દિવસે લોહીયાળ ઘટના બની છે.વાડી માં ભાગીયું રાખેલા ખેત મજુરે પાવડા નાં હાથા વડે બેરહેમ વાર કરી…

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ભાઈબીજ નાં સપર માં દિવસે લોહીયાળ ઘટના બની છે.વાડી માં ભાગીયું રાખેલા ખેત મજુરે પાવડા નાં હાથા વડે બેરહેમ વાર કરી વાડી માલિક નાં પત્નિની નિર્મમ હત્યા કરી હતી.હત્યા બાદ ખેત મજુર મહીલા નાં મૃતદેહ ને વાડીનાં વાવેતર માં છુપાવી નાશી છુટ્યો હતો. બનાવ નાં પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી તપાસ હાથ ધરી નાશી છુટેલા હત્યારા ને જડપી લીધો હતો.

ખેતીનાં કામ અંગે વાડી માલિક નાં પત્નિ દ્વારા ભાગીયા સાથે રોજીંદા માથાકુટ થતી હોય ઉશ્કેરાઈ જઈ ભાગીયા દ્વારા હત્યા કરાયા નું પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ ત્રાકુડા રહેતા અને સીમ માં વાડી ધરાવતા જીતેન્દ્રભાઈ ઉકાભાઇ અમૃતિયા તથા તેનાં પત્નિ જોશનાબેન ઉ.58 સાથે ભાઇબીજનાં દિવસે વાડીએ ગયા હતાં. વાડીએ ભાગીયા તરીકે ચાર મહીનાથી પરીવાર સાથે ખેતીનુ કામ સંભાળતો મુળ મધ્યપ્રદેશનાં જાંબુઆનાં ચૌરા ગામનો રાજુ રમેશભાઈ ડોડીયાર નામનો ખેતમજુર રોજીંદા ક્રમ મુજબ કામ કરી રહ્યો હતો. દરમિયાન જીતેન્દ્રભાઈ વાડીનાં શેઢા પાસે સુકવેલા કપડા લેવાં ગયા હતા.તે વેળા જોશનાબેન અને રાજુ વચ્ચે કામ બાબતે બોલાચાલી થઇ હતી.

કામકાજ બાબતે જોશનાબેન સાથે રાજુને રોજીંદા માથાકુટ થતી હોય આજે ફરી બોલાચાલી થતા ઉશ્કેરાયેલા રાજુ એ મગજ પરનો કાબુ ગુમાવી પાવડાના હાથા વડે જોશનાબેન પર તુટી પડતા માથા સહિત ગંભીર ઈજાઓ જીવલેણ સાબીત થતા લોહીલુહાણ હાલતમાં જોશનાબેન ફસડાઇ પડ્યા હતા. તેનું મોત નિપજ્પું હતું. હત્યા બાદ રાજુએ જોશનાબેનનાં મૃતદેહ ને વાડીમાં વાવેલા રીંગણનાં પાક વચ્ચે છુપાવી પોતાના પરિવાર સાથે નાશી છુટ્યો હતો. પરંતુ પત્નિ ની ભાળ નહી મળતા પુત્ર ભાર્ગવ તથા સબંધીઓ ને જાણ કરતા ભાર્ગવ સહિત ના વાડીએ દોડી આવ્યાં હતા. ઉપરાંત રાજુ નો કોઇ પતો નહી લાગતા બનાવ અંગે પોલીસ ને જાણ કરાતા બનાવ ની ગંભીરતા લઇ ડીવાય એસપી કે.જી.ઝાલા તાલુકા પીઆઇ. ડામોર સહિત પોલીસ સ્ટાફ ત્રાકુડા દોડી ગયો હતો.

જોશનાબેન નાં મૃતદેહ ને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ માં ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો.તાલુકા પોલીસે હત્યા નો ભોગ બનનાર જોશનાબેન નાં પુત્ર ભાર્ગવ ની ફરિયાદ લઇ નાશી છુટેલા પરપ્રાંતીય રાજુને જડપી લેવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ નાં ચક્રોગતિમાન કરતા ગણતરીનાં કલાકો માં રાજુ જડપાઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *