ત્યક્તા પર જેતપુરના શખ્સનું દુષ્કર્મ, ચાર વાર ગર્ભપાત કરાવ્યો

ત્રણ વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યુ: મૈત્રી કરારથી રહેતી મૂળ પોરબંદરની મહિલાને લગ્નની લાલચ આપી તરછોડી દેતા ફરિયાદ રાજકોટમાં રહેતી મહિલાને જેતપુરના સરધારપુર ગામના…

ત્રણ વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યુ: મૈત્રી કરારથી રહેતી મૂળ પોરબંદરની મહિલાને લગ્નની લાલચ આપી તરછોડી દેતા ફરિયાદ

રાજકોટમાં રહેતી મહિલાને જેતપુરના સરધારપુર ગામના શખસે લગ્નની લાલચ આપી તેની સાથે મૈત્રી કરાર કરી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન ચાર વખત ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો. ત્રણ વર્ષ સુધી મહિલાનું યૌન શોષણ કર્યા બાદ આ શખસે લગ્ન કરવાનો ઇનકાર કરી દઇ તરછોડી દેતા મહિલા દ્વારા આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી સામે દુષ્કર્મ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

મળતી વિગતો મુજબ, મૂળ પોરબંદર પંથકની વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીકના વિસ્તારમાં રહેતી મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરના સરદારપુર ગામના વતની અને હાલ જેતપુરમાં સરદાર ચોક પાસે રહેતા તૃષાંગ પરસોત્તમભાઈ ડોબરીયાનું નામ આપ્યું છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી મૂળ પોરબંદરની વતની છે અને તેણીના લગ્ન થયાં બાદ સંતાનમાં એક પુત્રી છે, તેણીના વર્ષ 2015 માં છૂટાછેડા થયેલ હતાં. બાદમાં તેણી પુત્રી સાથે રાજકોટ રહેવાં આવતી રહેલ હતી અને અહીં તે ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતી હતી.

તે જે જગ્યાએ નોકરી કરતી ત્યાં સ્ટાફ દ્વારા ગઈ તા.26/06/2022 ના હોટલમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તેણી ગયેલ ત્યારે આરોપી તૃશાંગ પણ પાર્ટીમાં આવ્યો હતો અને એક મિત્ર થકી બંને વચ્ચે પરિચય થયો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આરોપી તૃષાંગ ડોબરીયા સાથે મુલાકાત થઈ હતી. આરોપી તે સમયે મોરબી રહેતો હતો અને કોલસા ઈમ્પોર્ટનો વ્યવસાય કરતો હતો બંને વચ્ચે પરિચય થયા બાદ આરોપીએ મહિલાને એવું જણાવ્યું હતું કે, તેના પણ છૂટાછેડા થઈ ગયા છે.

બાદમાં તેણે મહિલાને તેની સાથે લગ્ન કરવાનું અને તેની દીકરીને પોતાનું નામ આપવાની વાત કરી હતી ત્યારબાદ બંને મૈત્રી કરાર કર્યો હતો અને અહીં રાજકોટમાં એપાર્ટમેન્ટમાં સાથે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેણે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો જે દરમિયાન મહિલા ચારેક વખત ગર્ભવતી બનતા તેને ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો હતો.

મહિલા લગ્નનું કહેતા તે ઇન્કાર કરતો હતો. આ દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે,તૃષાંગના છૂટાછેડા હજુ થયા નથી હજુ તેનો કેસ ચાલે છે એટલું જ નહીં મહિલાને એવી પણ જાણ થઈ હતી કે તૃષાંગને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ છે જેથી આ બાબતે પૂછતા તૃષાંગ ત્રાસ આપવા લાગ્યો હતો અને મૂંઢમાર મારતો હતો ત્રણ વર્ષ સુધી મહિલા સાથે રહી તેનું યૌન શોષણ કર્યા બાદ તૃષાંગ લગ્નની ના કહી દઈ તેને તરછોડી દીધી હતી. જેથી અંતે મહિલાએ આ મામલે તૃષાંગ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 406, 376(2)(એન), 313, 323 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ બી.એસ. ચૌહાણ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *