પિતાએ કામ બાબતે ઠપકો આપતાં પુત્રએ ઝેરી પાઉડર પી જીવન ટૂંકાવ્યું

  શહેરમા નાના મવા વિસ્તારમા આવેલા ભારતનગરમા રહેતા યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનાં ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રએ ઝેરી પાઉડર પી આપઘાત…

 

શહેરમા નાના મવા વિસ્તારમા આવેલા ભારતનગરમા રહેતા યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનાં ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રએ ઝેરી પાઉડર પી આપઘાત કરી લીધો હતો. યુવકનાં મોતથી બે બાળકોએ પિતાનુ છત્ર ગુમાવતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ નાના મવા વિસ્તારમા આવેલા ભારતનગરમા રહેતા દિલીપ હરજીભાઇ ચિત્રોડા નામનો 4ર વર્ષનો યુવાન બપોરનાં સાડા બારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો ત્યારે ઘઉંમા નાખવાનાં ઝેરી પાવડર પી લીધો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમીક તપાસમા મૃતક દિલીપ ચિત્રોડા બે ભાઇ એક બહેનમા મોટો હતો અને તેને સંતાનમા એક પુત્રી અને એક પુત્રી છે. દિલીપ ચિત્રોડા દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી પિતાએ કામ ધંધો કરવાનુ કહેતા ઝેરી પાવડર પી જીવન ટુકાવી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *