જય શાહે તાન્ઝાનિયાના સર્વપ્રથમ ICC ક્રિકેટ એરેનાનું ઉદ્ઘાટન કર્યું

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન જય શાહે તાન્ઝાનિયા ક્રિકેટ એરેનાનું ઉદઘાટન કર્યુ હતું જે તે દેશનું પ્રથમ આઈસીસી-મંજૂરી પ્રાપ્ત ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સિદ્ધિ તાન્ઝાનિયા…

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન જય શાહે તાન્ઝાનિયા ક્રિકેટ એરેનાનું ઉદઘાટન કર્યુ હતું જે તે દેશનું પ્રથમ આઈસીસી-મંજૂરી પ્રાપ્ત ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સિદ્ધિ તાન્ઝાનિયા અને સમગ્ર આફ્રિકામાં ક્રિકેટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ’ક્રિકેટ તાન્ઝાનિયા’ને અભિનંદન આપતા જય શાહે દેશમાં વિશ્વસ્તરીય ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મદદ કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આઈસીસી ચેરમેન જય શાહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે ’તાન્ઝાનિયા ક્રિકેટ એરેનાના પ્રારંભ બદલ ક્રિકેટ તાન્ઝાનિયાને ખૂબ ખૂબ અભિનંદન – જે તાન્ઝાનિયા અને સમગ્ર આફ્રિકામાં ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. દેશના પ્રથમ આઈસીસી-મંજૂરી પ્રાપ્ત ક્રિકેટ એરેના જેવી આ શાનદાર નવી સુવિધાનું સત્તાવાર ઉદઘાટન કરવું એ મારા માટે ગૌરવની વાત હતી. આ રમતના મેદાનનું નિર્માણ તાન્ઝાનિયામાં ક્રિકેટને આગળ ધપાવવા માટે જોડાયેલા દરેક વ્યક્તિના વિઝન, સમર્પણ અને સખત મહેનતનો પુરાવો છે.’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *