ફિલ્મી કોરિડોરમાં આજકાલ થલપતી વિજયની છેલ્લી ફિલ્મ ’જના નાયકન’ની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સિનેમાઘરોમાં રિલીઝ થતા પહેલા ઓનલાઈન લીક થવાનો મામલો હોય કે પછી સેન્સર બોર્ડ (CBFC) તરફથી સર્ટિફિકેટ મળવામાં થયેલો વિલંબ, આ ફિલ્મને તેની શરૂૂઆતના દિવસોમાં અનેક મોટી અડચણોનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું હતું કે આ તમામ વિવાદો અને મુશ્કેલીઓની સીધી અસર ફિલ્મના બિઝનેસ પર પડશે અને તે બોક્સ ઓફિસ પર ધડામ દઈને પટકાય જશે. પરંતુ, આ તમામ અટકળોને ખોટી સાબિત કરીને ફિલ્મે દુનિયાભરના બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જમાવી લીધી છે.
’જના નાયકન’ એક પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ છે અને તમિલનાડુના મુખ્ય પ્રધાન થલપતી વિજયના કરિયરની આ છેલ્લી ફિલ્મ હોવાને કારણે ફેન્સની વચ્ચે તેને લઈને પહેલેથી જ ભારે ઉત્સાહ હતો. જો તેના 11 દિવસના કુલ વ્યાપાર પર નજર કરીએ, તો આંકડા ચોંકાવનારા છે:
રિલીઝના 11મા દિવસે ફિલ્મે દેશભરમાં લગભગ 10.70 કરોડ રૂૂપિયાની નેટ કમાણી કરી. આ સાથે ભારતમાં તેનું કુલ નેટ કલેક્શન 175.60 કરોડ રૂૂપિયા અને ગ્રોસ કલેક્શન 204.92 કરોડ રૂૂપિયા સુધી પહોંચી ગયું છે. વિદેશોમાં આ ફિલ્મને જોવા માટે દર્શકોની ભારે ભીડ ઉમટી હતી. 11મા દિવસે વિદેશી બજારોમાંથી ફિલ્મે અંદાજે 3.00 કરોડ રૂૂપિયાની કમાણી કરી, જેથી તેનું ઓવરસીઝ ગ્રોસ કલેક્શન 91.00 કરોડ રૂૂપિયા થઈ ગયું છે. ભારત અને વિદેશના આંકડાઓને ભેગા કરીએ તો, ’જના નાયકન’ની કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કમાણી 295.92 કરોડ રૂૂપિયાના આંકડાને વટાવી ચૂકી છે. 300 કરોડના ક્લબમાં સામેલ થવાથી ફિલ્મ હવે માત્ર થોડા જ કદમ દૂર છે.
એ સ્પષ્ટ છે કે થલપતી વિજયનો જાદુ પડદા પર આજે પણ એટલી જ મજબૂતીથી કામ કરી રહ્યો છે. તમામ નકારાત્મક સમાચારો, લીક વિવાદો અને મિક્સ્ડ રિવ્યુઝને પાછળ છોડીને ’જના નાયકન’એ સાબિત કરી દીધું છે કે એક સ્ટારનું સ્ટારડમ અને ફેન્સનો પ્રેમ કોઈપણ નેગેટિવ પબ્લિસિટી પર ભારી પડી શકે છે.
