જામકંડોરણા વિસ્તારના કાપડના વેપારીને રાજકોટની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂૂપિયા 7.50 લાખ પડાવી લેવાના ગુનામાં જેલ હવાલે રહેલી બે મહિલા સહિત સાત શખસોની જામીન અરજી ધોરાજીની અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ જામકંડોરણા વિસ્તારના વેપારીને મોબાઇલમાં મેસેજ કરી મહિલાએ મળવા બોલાવ્યા બાદ તેના સાગરીતોએ અહીં ધસી આવી વેપારીને ખોટા કેસમાં ફીટ કરી લેવાની ધમકી આપી રૂૂપિયા 7.50 લાખની લૂંટ ચલાવી હતી. હનીટ્રેપના આ બનાવને ગંભીરતા લઇ પોલીસે વિપુલ જેઠાભાઈ સુસરા, સવજી ઉર્ફે સાગર રામજીભાઈ ઠુંગા, વિશાલ ભીખાભાઈ પરમાર , વિજય સિંધાભાઈ જોગડીયા , પૂજા સિદ્ધપુરા તેનો પતિ ગોપાલ ગીરધરભાઈ સિધ્ધપુરા અને જાનવી મિલનભાઈ પંચોલીની ધરપકડ કરી રૂૂપિયા 1.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તપાસ પૂર્ણ થતા તમામને જે હવાલે કર્યા હતા બાદ રહેલા તમામ શખ્સોએ જામીન પર છૂટવા ધોરાજી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે દલીલોમાં જણાવેલ હતું કે જામીનના સિદ્ધાંતો છે તે ડિસ્કશનરી પ્રકારના છે પરંતુ હાલમાં જ સર્વોચ્ચ અદાલતે કુશલસિંગ વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનના ચુકાદામાં પ્રસ્થાપિત કર્યા બાદ ગુજરાતની વડી અદાલતે તે માટેના નિયમો પણ ઘડેલા છે, અને તે નિયમ પ્રમાણે આરોપીએ પોતાની સામેના તમામ ગુન્હાઓ જામીન અરજીમાં દર્શાવવા ફરજીયાત છે. અને આરોપી પક્ષ તરફથી તે દર્શાવેલા નથી તેથી જામીન ઉપર છોડી શકાય નહીં. તપાસ નાજુક તબક્કામાં છે આરોપીઓના જામીન મંજૂર કરવા ન જોઈએ અને જો જામીન મંજૂર કરવામાં આવશે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડશે તેવી દલીલો કરી હતી. એ દલીલ ધ્યાને લઈ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખએ બંને પક્ષની દલીલો સાંભળી અને તમામ આરોપીઓના જામીન અરજી રદ કરેલી હતી.
