જલારામ જિનિંગ મીલ અને ચાર ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ

રાજકોટવાસી સંબંધી પાસેથી ધંધાના વિકાસ માટે રૂૂ.50 લાખ લીધેલી રકમમાંથી રૂૂ.20 લાખ પરત કરવા માટેના ચેક રિટર્ન થવાના કેસમાં જસદણની જલારામ જિનિંગ અને તેના ચાર…

રાજકોટવાસી સંબંધી પાસેથી ધંધાના વિકાસ માટે રૂૂ.50 લાખ લીધેલી રકમમાંથી રૂૂ.20 લાખ પરત કરવા માટેના ચેક રિટર્ન થવાના કેસમાં જસદણની જલારામ જિનિંગ અને તેના ચાર ભાગીદારો પોપટ બંધુઓને એક-એક વર્ષની સજા તેમજ બંને કેસોમાં 21- 21 લાખનો દંડ અને તેમાંથી 20-20 લાખ ફરીયાદીને વળતર ચૂકવવા અને રૂૂ.એક એક લાખ સરકારમાં જમા કરાવવા હુકમ કર્યો છે. રાજકોટમાં ડોકટર યાજ્ઞીક રોડ ઉપર ઈમ્પીરીયલ પેલેસ હોટલ સામે માધવ કોમ્પલેક્ષમાં ધંધો કરતા હરીભાઈ રામજીભાઈ ચંદારાણા પાસેથી જસદણ મુકામેની જલારામ કોટન એન્ડ પ્રોટીન્સ લી.ના ભાગીદાર દરજ્જે આનંદભાઈ અરવિંદભાઈ પોપટ (રહે. અંજની ટાવર, ઈન્દીરા સર્કલ પાસે, રાજકોટ)એ સંબંધના દાવે ધંધાના વિકાસ માટે રૂૂ.50 લાખ લીધા હતા. આનંદ પોપટે જલારામ જિનિંગ ફેક્ટરીના ભાગીદાર દરજજે રૂૂ.20 લાખનો ચેક આપેલ. જે ચેક હરિભાઈ ચંદારાણાએ બેંક ખાતામાં રજુ રાખતા પાસ નહિ થતા લીગલ નોટિસ આપવા છતાં જલારામ જિનિંગએ રકમ પરત ન કરતા આરોપી વિરૂૂધ્ધ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા આરોપી પક્ષે ફરીયાદીના પુરાવાનું સચોટ ખંડન કરેલ હોય નિર્દોશ ઠરાવી છોડી મુકવા રજુઆત કરી હતી. જે સામે ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે ફરીયાદીના કાયદેસરના લેણા પેટે ચેક ઈશ્યુ કરી આપેલ છે.

આરોપી પક્ષ બચાવ પુરવાર કરવા જાતે કે સાહેદો મારફત કે દસ્તાવેજી પુરાવાથી હકીકતો સાબિત કરી ફરીયાદીના પુરાવાનું ખંડન કરી શકેલ નથી જે મતલબની રજૂઆતો, દલીલોના ટેકામાં ઉચ્ચ અદાલતોના જજમેન્ટ રજૂ કર્યા હતા, રેકર્ડ પરના મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા મેજિસ્ટ્રેટે જલારામ જિનિંગ ફેકટરી, આનંદ અરવીંદભાઈ પોપટ, જયેશ અરવિંદભાઈ પોપટ, ઘનશ્યામ અરવિંદભાઈ પોપટ અને હર્ષદ અરવિંદભાઈ પોપટને એક-એક વર્ષની સજા અને રૂૂ.21 લાખનો દંડ જમા ન કરાવે તો વધુ ત્રણ માસની સજા તેમજ રૂૂ.20 લાખ ફરીયાદીને વળતર સ્વરૂૂપે ચુકવવા અને રૂૂપીયા એક-એક લાખ સરકારને જમા કરાવવા હુકમ કર્યો છે.આ કેસમાં ફરિયાદી વતી સિનિયર એડવોકેટ લલિતસિંહ જે શાહી, સી.એમ. દક્ષીણી, સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *