રાજ્યના વાજબી ભાવના દુકાનદારોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ગત 5 નવેમ્બર 2025થી શરૂૂ થયેલી ’આરપારની લડાઈ’ના સુખદ સમાધાન તરફ સરકાર અને એસોસિએશન આગળ વધી રહ્યા છે. ગત 22 ડિસેમ્બરના રોજ ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રીઓ વાડીલાલ પટેલ તથા હિતુભા જાડેજાએ કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.
ખાસ છેલ્લા કેટલાક સમયથી રેગ્યુલર અને મિનિમમ કમિશનમાં તાત્કાલિક વધારો કરવો. ઇ-પ્રોફાઇલમાં સહાયકની નિમણૂક માટે મંજૂરી આપવી.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના વિતરણમાં ડબલને બદલે સિંગલ ફિંગર પ્રિન્ટની વ્યવસ્થા કરવી. 27 જુલાઈ 2025ના નવા કંટ્રોલ ઓર્ડર પહેલાના પેન્ડિંગ વારસાઈ કેસો જૂના નિયમો મુજબ મંજૂર કરવા. સર્વરની સમસ્યા અને જથ્થાને લગતા પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવું. સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.
