સૌરાષ્ટ્ર યુનિ.ના કુલસચિવ તરીકે ચાર્જ સંભાળતા જાડેજા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલસચિવ (રજીસ્ટ્રાર) તરીકે અજયસિંહ જાડેજાએ આજે પોતાનો પદભાર સંભાળી લીધો છે. શૈક્ષણિક અને વહીવટી અનુભવ ધરાવતા અજયસિંહ જાડેજાની નિમણૂકથી યુનિવર્સિટી પરિવારમાં હર્ષની…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલસચિવ (રજીસ્ટ્રાર) તરીકે અજયસિંહ જાડેજાએ આજે પોતાનો પદભાર સંભાળી લીધો છે. શૈક્ષણિક અને વહીવટી અનુભવ ધરાવતા અજયસિંહ જાડેજાની નિમણૂકથી યુનિવર્સિટી પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

પોતાનો કાર્યભાર સંભાળતા પૂર્વે અજયસિંહ જાડેજાએ યુનિવર્સિટી પરિસરમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાઓને વંદન કર્યા હતા. તેમજ યુનિવર્સિટીના પ્રથમ આદ્યસ્થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિદ્યાની દેવી મા સરસ્વતીની પ્રતિમા સમક્ષ શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ ચેમ્બરમાં પ્રવેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *