મ્યુનિ.કમિશનર ભાજપના કહ્યાગરા હોવાનો વિપક્ષી નેતા વશરામભાઈનો આક્ષેપ
આજે ચકલી દિવસ હોવાથી મહાનગરપાલિકા દ્વારા ગાંધી મ્યુઝીયમ ખાતે ચકલીના માળા અને કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેના માટે આમંત્રણ કાર્ડ છપાવવામાં આવેલ પરંતુ આમંત્રણ કાર્ડમાં વહીવટદારનું નામ લખવાનું ભુલાઈ ગયું હોય કે અન્ય કારણોસર નામ ન આવતાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ મ્યુનિ.કમિશનરને નિશાન બનાવી તેઓ ભાજપના માણસ હોય ફકત ભાજપ પ્રમુખ સહિતના નામ લખી જરૂરી વહીવટદારનું નામ લખવાનું ટાળ્યું છે તેમ જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના ભાજપની આજ્ઞા અનુસાર ચાલવા વાળા અને ભાજપનું પીઠું બનીને કામ કરવા વાળા કોર્પોરેશનના કહેવાતા કમિશનર કે જે પોતાને એ જ્ઞાન નથી કે તમે જે આજે પત્રિકા મોકલી છે આમંત્રણ પત્રિકા તેમાં વહીવટદાર નું નામ નથી ભાજપના શહેર પ્રમુખ નું નામ છે તો કયા અનુસંધાને નામ લખ્યું છે કઈ સિસ્ટમમાં આવે છે નામ લખવાનું એવુ મોહનભાઈ કુંડાળિયા કે જે ભાજપના સહ કોષા અધ્યક્ષ છે પ્રદેશ સમિતિમાંછે તેમનું નામ કયા અનુસંધાને લખ્યું છે રાજકોટના કમિશનરે ન ભૂલવું જોઈએ કે ફક્ત પ્રજાના પરસેવાના કમાણીના પૈસાનો પગાર મેળવે છે કમિશનર એ ન ભૂલવું જોઈએ વહીવટદાર એ ડાયરેક્ટ સરકારશ્રીએ નિયુક્ત કરેલ છે એટલે પહેલા તો વહીવટદાર નું નામ ફરજિયાત છે બીજું ભાજપના પ્રમુખ નું નામ લખતા હો તો તમારે કોંગ્રેસના પ્રમુખ નું લખવું પડે અને આપના પ્રમુખનું લખવું પડે પણ આ એક પણ નામ કાયદેસર આપ લખી શકતા નથી તેમ છતાંય આપે લખ્યું છે એ બહુ નિંદનીય છે અને ભાજપના કહેવાતા અને અંદરખાને આપ ભાજપના કાર્યકરો છો તે સ્પષ્ટ દેખાય છે
