ગુરુવારથી નાથદ્વારા રાજકોટ સુધી દોડશે અને ઉત્તરાંચલ શુક્રવારે જામનગરથી ઉપડશે

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન માં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ વિભાગમાં ડબલ ટ્રેકના કામને કારણે નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. આ ટ્રેનોની…

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન માં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ વિભાગમાં ડબલ ટ્રેકના કામને કારણે નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. 21.08.2025 ના રોજ નાથદ્વારાથી ઉપડતી ટ્રેન નંબર 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે, આ રીતે આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
2. 22.08.2025ની ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ઓખાની જગ્યાએ જામનગરથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે, આ રીતે આ ટ્રેન ઓખા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી પ્રારંભ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in(http://www.enquiry.indianrail.gov.in)સંપર્ક કરવા જણાવ્યું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *