શહેરના જુબેલી પાસેથી એસઓજીની ટીમે 11.950 કીલોગ્રામ ગાંજા સાથે રાજકોટના નહેરુનગરના શખ્સને ઝડપી લઇ રૂા.1.19 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. ગાંજો લાવનાર શખ્સની પૂછપરછમાં 12 કીલો ગાંજો ઓરીસ્સાથી લાવ્યો હતો. જેમાંથી થોડો ગાંજો સુરતમાં સપ્લાય ર્ક્યા બાદ બાકીનો 11 કીલો ગાંજો રાજકોટમાં સપ્લાયર સપ્લાય કરે તે પૂર્વે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. ઓરીસ્સાથી ગાંજો લઇને ટ્રેનમાં અમદાવાદ સુધીની ટીકીટ લઇને મુસાફરી કરનાર રાજકોટના શખ્સને સુરતમાં ટ્રેનમાંથી ઉતરી જઇ તે બસમાં રાજકોટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ, એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા અને પીએસઆઇ એન.વી.હરીયાણી અને તેમની ટીમે બાતમીના આધારે જુબેલી ગાર્ડન પાસેથી 11.950 કીલો ગ્રામ ગાંજા સાથે નહેરુનગર 4માં રહેતા ચેતન ભરત સમેચાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે કબુલ્યુ કે, ઓરીસાથી ટ્રેનમાં 12 કીલો ગાંજા સાથે નિકળ્યો હતો. અને અમદાવાદ સુધી ટ્રેનની ટીકીટ લીધી હતી. તેની સાથે ટિકિટના આધારે ગાંજો લાવનાર શખ્સના સાગરીતની પણ ઘરપકડ કરી છે. સુરતમાં એક જગ્યાએ ગાંજો આપવાનો હોય તે સુરત ઉતરી ગયો હતો. જ્યાં ગાંજો આપ્યા બાદ બસમાં રાજકોટ આવી ગયો હતો. સુરતથી બસમાં બેસી રાજકોટ પહોંચ્યા બાદ તે રાજકોટમાં આ ગાંજો વેંચે તે પૂર્વે જ એસઓજીના હાથે ઝડપાય ગયો હતો. રાજકોટનો ચેતન અગાઉ પણ ગાંજાની ટ્રીપ મારીને આવ્યો હોય આ તેની બીજી ટ્રીપ હતી. રાજકોટમાં ચેતન પાસેથી કોણ કોણ ગાંજો ખરીદતુ હતુ તેમજ તેની પાસેથી ટ્રેનની જે ટીકીટ મળી આવી હતી તે ટીકીટ ઉપર તેની સાથે કોણે મુસાફરી કરી તે બાબતે હવે એ ડીવીઝન પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.