સ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ

હાલ સોશ્યલ મીડિયામાં વાપરતા યુવાનો અને સગીરોને લઇ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ મથકમાં આરોપી…


હાલ સોશ્યલ મીડિયામાં વાપરતા યુવાનો અને સગીરોને લઇ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ મથકમાં આરોપી સરફરરાઝ રજાકભાઇ ભટ્ટી નામના શખ્સનું નામ આપતા તેમની સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


મળતી વિગત મુજબ, મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમની 16 વર્ષની પુત્રી મોબાઇલમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી હોય જેમાં સ્નેપચેટ થકી સરફરાઝનો સંપર્ક થયો હતો. ત્યાર બાદ બન્ને એક બીજા સાથે વાત ચીત કરતા હતા અને સરફરાઝે સગીરાને ભોળવી તેમના ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ સગીરાના ફોટા આરોપીએ સગીરાને મોકલી વાઇરલ કરવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધબાંધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ ગભરાયેલી સગીરાએ સમગ્ર હકીક્ત તેમની માતાને જણાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આરોપી સરફરાઝની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *