રોગ નહીં નબળા વિચારો માણસને મારે છે: દેવપ્રસાદ સ્વામી

જુવેનાઈલ ડાયાબિટીશ ફાઉન્ડેશન દ્વારા ‘જાગૃતિથી સશક્તિકરણ’ કાર્યક્રમ યોજાયો ટાઈપ-1 ડાયાબિટીશ બાળકો માટે રાજકોટમાં આધુનિક એજ્યુકેશન તથા રિસર્ચ સેન્ટર સ્થાપવાનું સંસ્થાનું લક્ષ્ય: અપુલભાઈ દોશી બાળકોને હૂંફ…

જુવેનાઈલ ડાયાબિટીશ ફાઉન્ડેશન દ્વારા ‘જાગૃતિથી સશક્તિકરણ’ કાર્યક્રમ યોજાયો

ટાઈપ-1 ડાયાબિટીશ બાળકો માટે રાજકોટમાં આધુનિક એજ્યુકેશન તથા રિસર્ચ સેન્ટર સ્થાપવાનું સંસ્થાનું લક્ષ્ય: અપુલભાઈ દોશી

બાળકોને હૂંફ અને તબીબી સહાય પૂરી પાડતી સંસ્થા TDFની સેવા વંદનીય: નરેશભાઈ પટેલ

રાજકોટ શહેરની અગ્રણી સંસ્થા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (JDF ) દ્વારા તા.25 માર્ચને રવિવારના રોજ ટાઈપ-1 ડાયાબિટીસથીપીડાતા બાળકો અને તેમના પરિવાર માટે એક ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “જાગૃતિથીસશક્તિકરણ” ના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યત્વે ટાઈપ-1 ડાયાબિટીસમાં કિડનીની સંભાળ રાખવા બાબતે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જ ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ એક વિશેષ વોઈસ કોલ (ઓડિયો સંદેશ) મારફતે JDF સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમણે ટાઈપ-1 ડાયાબિટીસ સામે લડતા બાળકોની હિંમતને વંદન કરી, સંસ્થાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા સમાજને અપીલ કરી હતી.ત્યારબાદ કાર્યક્રમની શરૂૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહંત દેવપ્રસાદ સ્વામી, (આણદાબાવા આશ્રમ, જામનગર) પધાર્યા હતા.કાર્યક્રમ દરમિયાન જાણીતા નેફ્રોલોજીસ્ટ અને એન્ડો ક્રાઈનોલોજીસ્ટ ડોક્ટરો દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં કિડનીની સુરક્ષા કેવી રીતે કરવી તે અંગે બહુમૂલ્ય માહિતી પૂરી પાડવામાં આવી હતી. જામનગરના આણદાબાવા આશ્રમના મહંત પૂજ્ય દેવપ્રસાદ સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, “જેના વિચારો સબળ હોય છે તેને કોઈ રોગ લાગુ પડતો નથી. રોગ શરીરને નથી મારતો, પરંતુ નબળા વિચારો માણસને મારી નાખે છે”.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણી વિચારશક્તિ જ આપણને જીવંત રાખે છે.સ્વાસ્થ્ય અંગે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું કે જો દવા ન ખાવી હોય તો ’વાદ’ ન કરવો જોઈએ અને રોગથી બચવા માટે રોજ લીમડાનો ગળો (ગરો) ખાવો જોઈએ.સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી દ્વારા કરવામાં આવતા કાર્યોનેબિરદાવતા પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે, ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના માતા-પિતાની માનસિક સ્થિતિ ખૂબ જ નાજુક હોય છે, ત્યારે આવી સંસ્થાને સહયોગ આપવો એ સમયની માંગ છે.તેમણે ટકોર કરી હતી કે પૈસા આપવા સહેલા છે પણ સમય આપવો અઘરો છે, અને JDF જેવી સંસ્થાઓને દાન આપનારના ભંડારો હંમેશા ભરેલા રહે છે.

JDF ના ટ્રસ્ટી અપુલદોશીએ સંસ્થાની સ્થાપના પાછળની ભાવુક ગાથા રજૂ કરી હતી.22 વર્ષ પહેલાં પોતાના પુત્રને થયેલા ટાઈપ-1 ડાયાબિટીસના અનુભવમાંથી પ્રેરણા લઈ, માત્ર 5 બાળકોથી શરૂૂ થયેલી આ સંસ્થામાં આજે સૌરાષ્ટ્ર-કચ્છના 2250 થી વધુ બાળકો નિ:શુલ્ક નોંધાયેલા છે.ટાઈપ-1 ડાયાબિટીસમાં બાળકોને દિવસમાં 8 થી 10 વખત સોઈની પીડા (ઇન્સ્યુલિન અને સુગર ચેક) સહન કરવી પડે છે.જો યોગ્ય સારવાર ન મળે તો કિડની, આંખ અને હ્રદય જેવા અંગો પર જીવલેણ અસર થાય છે. સંસ્થા દ્વારા 800 થી વધુ જરૂૂરિયાતમંદ બાળકોને નિ:શુલ્ક ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને મેડિકલ ચેકઅપ પૂરી પાડવામાં આવે છે.આ ઉપરાંત, શિક્ષણ સહાય, ’ડાયાબિટીસ એજ્યુકેટર’ કોર્સ અને લગ્ન માટે ’મેટ્રીમોનિયલ ગ્રુપ’ જેવી સેવાઓ પણ ચલાવવામાં આવે છે.તાજેતરમાં કેટલાક બાળકો ગુમાવ્યાનું દુ:ખ વ્યક્ત કરતા શ્રી દોશીએ જણાવ્યું કે, રાજકોટમાં ટાઈપ-1 ડાયાબિટીસ માટે અત્યાધુનિક’એજ્યુકેશન તથા રિસર્ચ સેન્ટર’ સ્થાપવાનું સંસ્થાનું લક્ષ્ય છે.

આ કાર્યક્રમનાઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેલા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાચેરમેન શ્રી નરેશભાઈ પટેલે સંસ્થાના સેવાકાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (JDF ) ટાઈપ-1 ડાયાબિટીસના બાળકો માટે ઉત્કૃષ્ટ અને અનુકરણીય કામગીરી કરી રહ્યું છે. સમાજમાં આવા બાળકોને જે હૂંફ અને તબીબી સહાયની જરૂૂર હોય છે, તે આ સંસ્થા પૂરી પાડી રહી છે તે ખરેખર વંદનીય છે.”તેમણે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી અને તેમની ટીમની નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી.

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રાજકોટની સેવાકીય પરંપરાને બિરદાવતા જણાવ્યું હતું કે, “રાજકોટ એ સંતો, શૂરવીરો અને દાતારીની ભૂમિ છે. જ્યારે પણ સમાજમાં કોઈ સેવાકીય ઉમદા કાર્ય થાય છે, ત્યારે રાજકોટના દાતાઓ હંમેશા મોખરે રહે છે. જાણીતા આર્ટીસ્ટ ડો.અવની વ્યાસે ઉપસ્થિત બાળકો અને વાલીઓમાં આત્મવિશ્વાસ જગાવતા જણાવ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે કે જેમને દુનિયા ’સ્પેશિયલ ચાઈલ્ડ’ કે શારીરિક રીતે અક્ષમ ગણતી હતી, તેમણે જ વિશ્વમાં સૌથી મોટા રેકોર્ડ સર્જ્યો છે.તેમણે મહાનુભાવોના ઉદાહરણ આપતા વિગતે સમજાવ્યું હતું કે, સ્નાયુઓની ગંભીર બીમારીને કારણે હલનચલન ન કરી શકતા હોવા છતાં, તેમણે અંતરિક્ષ વિજ્ઞાનમાં ક્રાંતિકારી સંશોધનો કર્યા. આઠ અંગોથી વાંકા હોવા છતાં તેમણે ’અષ્ટાવક્ર ગીતા’ જેવું અમૂલ્ય આધ્યાત્મિક જ્ઞાન જગતને આપ્યું.

વીજળીના પ્રણેતા ટેસ્લાએ અનેક માનસિક અને સામાજિક પડકારો વચ્ચે પણ એવા સંશોધનો કર્યા જેણે આધુનિક દુનિયાનો ચહેરો બદલી નાખ્યો.ડો.અવની વ્યાસે ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા બાળકોને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, “તમે માત્ર બીમારી સામે લડનારા દર્દી નથી, પણ અદભૂત ક્ષમતા ધરાવતા વિશેષ બાળકો છો. જો તમારી પાસે મક્કમ મનોબળ હોય, તો તમે પણ આ મહાપુરુષોની જેમ વિશ્વમાં કંઈક નવું અને મોટું કરી બતાવવા સર્જાયા છો. તબીબી અને સંસ્થાકીય શ્રેષ્ઠીઓમાં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના પ્રમુખ નાનુભાઈ મકવાણા અને, કેન્સર સર્જન ડો.જીજ્ઞેશ મેવાએ હાજરી આપી હતી. અને દાતાશ્રીઓ જેવા કે જયેશભાઈ શાહ (સોનમ ક્વાર્ટર્સ), સિનિયર અને અશ્વિનભાઈ કોઠારીએ પણ કાર્યક્રમની શોભા વધારી હતી.આ ભગીરથ કાર્યમાં મદદરૂૂપ થવા માટે સમાજના શ્રેષ્ઠીઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી.

એન.દેસાઈ પરિવાર દ્વારા સંસ્થાના 100 બાળકોને આજીવન નિ:શુલ્ક સારવાર અને ઇન્સ્યુલિન પૂરી પાડવાની ઉમદા જાહેરાત કરવામાં આવી હતી.આ ઉપરાંત, રવિ મેટલ ગ્રુપ તરફથી પણ સંસ્થાને લાખો રૂૂપિયાનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું.નોંધણીય છે કે, 2004 થી કાર્યરત JDF સંસ્થા હાલ 2300 થી વધુ બાળકોની નિ:શુલ્ક સેવા કરી રહી છે અને જરૂરિયાતમંદ 800 થી વધુ બાળકોને ઇન્સ્યુલીન સહિતની સંપૂર્ણ તબીબી સારવાર વિનામૂલ્યે પૂરી પાડે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કર હરિકૃષ્ણપંડયા દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં દેવપ્રસાદ સ્વામી આણદાબાવા આશ્રમ, જામનગર, સમીરભાઈ પોટા એન્કર/ સ્ટેન્ડઅપ મિમિક્રી આર્ટિસ્ટ, જયેશભાઈશાહ સોનમ ક્વાર્ટસ, પીયૂષભાઈ પટેલ મંત્રી મોઢ વણિકસમાજ ક્ધયા છાત્રાલય, જગદિશભાઈ પદનાની સર ક્લાસીસ, નરેશભાઇ પટેલ ચેરમેનશ્રી ખોડલધામ ટ્રસ્ટ, જગદિશભાઈ કોટડીયા ફાલકન પંપસ, કમલનયનભાઈ સોજિત્રા ફાલકન પંપસ, રાજેશભાઇ કોટક ખ્યાતનામ આર્કિટેક્ચર, વિનોદભાઇ પટેલ વર્ષા ફાઉન્ડેશન, અમૃતભાઈ ગઢીયા પ્રમુખ, શાપર-વેરાવળ ઇન્ડ. એસો., ડો. જીગ્નેશ મેવા નિષણાંત કેન્સર સર્જન-યુનાઈટેડ હોસ્પિટલ-અમદાવાદ, પંકજભાઈ કોઠારી ટ્રસ્ટી – રાજકોટ મહાજન પાંજરાપોળ,, રમેશભાઈ ટીલાળા ધારાસભ્ય, રાજકોટ મહાજન પાંજરાપોળ, મુકેશભાઇ બાટવીયા ટ્રસ્ટી રાજકોટ મહાજન પાંજરાપોળ, અશ્વિનભાઈ કોઠારી સિનિયર ચાર્ટર એકાઉન્ટન્ટ, નાનુભાઈ મકવાણા પ્રમુખ -, ડો. હાર્દિકભાઈ પારેખ અગ્રણી બિઝનેસમેન સૌરભભાઈ સંઘવી સંઘવી ટ્રેડર્સ ડો. દીપરાજ રૈયાણી ગાયનેક ગજાનંદ હોસ્પિટલ ડો. ધારા રૈયાણી ગાયનેક ગજાનંદ હોસ્પિટલ કિરીટભાઈ આદ્રોજા એન્જલ પંપ, સેતુબેન ભાડલાવાળા ભાદલાવાળા પેટ્રોલિયમ,સોહમભાઈ ભાડલાવાળા ભાદલાવાળા પેટ્રોલિયમ, વિરાટભાઈ શાહ ઉધ્યોગપતિ, નીરંજનભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશી, ટ્રસ્ટી રોહિત કાનબાર, ટ્રસ્ટી હરિકૃષ્ણપંડયા, ટ્રસ્ટી અમિત દોશી, ટ્રસ્ટી મીતેશ ગણાત્રા સાથે સંસ્થાના બાળકોના મામા કમલનયન સોજીત્રા તેમજ પારસ દોશી, જેનિસ કાંજિયા, મૈત્રી દોશી, ઋષિલ દવે, નંદની સોલંકી, પૂજા પરમાર, કેયૂરી શિંગાળા, રાહુલ રાઠોડ, મિહિર સાકરીયા, વૈભવ ગાંધી, પાર્થ સચદે અને બાકીના ટીમે આ અભિયાનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *