શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરમાં ચાલી રહેલી સ્વચ્છતા, આરોગ્ય અને નાગરિક સુવિધાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી…

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરમાં ચાલી રહેલી સ્વચ્છતા, આરોગ્ય અને નાગરિક સુવિધાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કમિશનરએ રૂૂબરૂૂ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

સર્વપ્રથમ કમિશનરએ જ્યુબિલી ગાર્ડનમાં કાર્યરત જ્યુબિલી કંપોસ્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અહીં શહેરમાંથી એકત્રિત થતો ભીનો કચરો કેવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી કંપોસ્ટમાં રૂૂપાંતરિત કરવામાં આવે છે તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરએ કચરા વિભાજન (જયલયિલફશિંજ્ઞક્ષ)ને વધુ અસરકારક બનાવવા અને કંપોસ્ટ ઉત્પાદનની ગુણવત્તા સુધારવા માટે સૂચનો આપ્યા હતા. સાથે સાથે, પ્લાન્ટની કાર્યક્ષમતા વધારવા અને પર્યાવરણમિત્ર પ્રક્રિયાઓને વધુ મજબૂત બનાવવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ કમિશનરએ જંકશન મેઈન રોડ વિસ્તારની મુલાકાત લઈ શહેરની સફાઈ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન તથા માર્ગોની હાલત અંગે નિરીક્ષણ કર્યું હતું. માર્ગ પર સફાઈ કાર્ય, કચરો ઉઠાવવાની વ્યવસ્થા અને નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે નિયમિત મોનીટરીંગ અને ઝડપી કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યો હતો. આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટની કાર્યપદ્ધતિ, કચરાના પ્રોસેસિંગની પ્રક્રિયા તેમજ કંપોસ્ટના ઉત્પાદન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી અને કામગીરીની સમીક્ષા કરી જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું. જ્યુબિલી કંપોસ્ટ પ્લાન્ટ રાજકોટ શહેરમાં સ્વચ્છતા અને સસ્ટેનેબલ વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા પ્રોજેક્ટ્સ મારફતે નાગરિકોમાં કચરા વિભાજન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છ સર્વેક્ષણ 2026ને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દૈનિક સફાઈ કામગીરીને વધુ અસરકારક બનાવવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રેલ્વે સ્ટેશન પાસેના જંકશન મેઈન રોડની મુલાકાત લઈ સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને ગુણવત્તાસભર અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જંકશન પ્લોટ વિસ્તારમાં કાર્યરત આરોગ્ય કેન્દ્રની સ્થળ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *