અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પર વધુ એક હુમલો થઈ ગયો. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે થયેલા આ હુમલા વખતે ડોનલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસની અંદર હતા જ્યારે હુમલાખોરે વાઇટ હાઉસની બહાર સિક્યોરિટી ચેકપોઇન્ટ પર આડેધડ ગોળીબાર કર્યો તેથી ટ્રમ્પને કશું ન થયું પણ અમેરિકનો ચોક્કસ ફફડી ગયા છે. અમેરિકાની એજન્સીઓ પણ ધંધે લાગી ગઈ છે કેમ કે આ રીતે વારંવાર હુમલા થાય તો કોઈ વાર કશુંક અજુગતું પણ બની શકે.હુમલાખોરે સીક્યુરિટી ચેકપોઈન્ટ પર 30 જેટલી ગોળીઓ છોડી હતી તેથી ટ્રમ્પની સુરક્ષામાં તહેનાત સીક્રેટ એજન્ટોએ પણ સામો ગોળીબાર કરવો પડ્યો તેમાં હુમલાખોર માર્યો ગયો. હુમલો કેમ થયો એ રહસ્ય હુમલાખોરના મોત સાથે જ જતું રહ્યું.
અમેરિકામાં હથિયારો સરળતાથી મળે છે તેથી ગાંડા માણસ પાસે ગન ક્યાંથી આવી એ સવાલ ઉઠવાનો નથી એટલે નેસિયર બેસ્ટને ગાંડો ગણાવીને ભીનું સંકેલી લેવાશે એ કહેવાની જરૂૂર નથી. એક મહિનામાં ટ્રમ્પને ટાર્ગેટ કરીને બીજી વાર હુમલો થતાં સવાલો પર સવાલો ઉઠી રહ્યા છે. તેમાં સૌથી મોટો સવાલ એ છે કે, ટ્રમ્પને મારવા માટે ખરેખર હુમલા થઈ રહ્યા છે કે પછી ટ્રમ્પ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે હુમલાનાં નાટક કરાવી રહ્યા છે ? રાજકારણીઓ રાજકીય ફાયદા માટે ગમે તે કરાવી શકે એ જોતાં ટ્રમ્પને ખતમ કરાવી દેવા માટે થતા હુમલા શંકાના દાયરામાં છે જ. ટ્રમ્પ પર બે વર્ષમાં ત્રીજી વાર હુમલો થયો છે ને તેમાંથી બે વાર હુમલાખોર માર્યો ગયો છે તેથી આ શંકા ઘેરી બને છે. જો કે ટ્રમ્પ સામે લોકોમાં નારાજગી અને અસંતોષ છે એ પણ સ્પષ્ટ છે તેથી ટ્રમ્પનો કાંટો સાવ કાઢી નાંખવા માટે હુમલા થતા હોય એ શક્યતા પણ નકારી ના શકાય.
ટ્રમ્પે બીજી વાર પ્રમુખ બન્યા પછી આખી દુનિયાની મેથી મારવામાં કોઈ કસર છોડી નથી. ટ્રમ્પ પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેનું કારણ દુનિયાના બીજા દેશોની કાયરતા છે. ટ્રમ્પે ઈરાન પર વિના કારણ હુમલો કરી દીધો તેની સામે દુનિયાના બીજા દેશોએ એક થઈને ટ્રમ્પનો વિરોધ કરવાનો હોય પણ તેના બદલે બધા દેશો ચૂપચાપ તમાશો જોયા કરે છે. સંગઠિત થઈને ટ્રમ્પને તેમની હેસિયત બતાવી દેવાના બદલે પોતપોતાના સ્વાર્થના કારણે મૌન છે તેથી ટ્રમ્પ ફાટીને ધુમાડે ગયા છે. અલબત્ત ટ્રમ્પને પતાવી દેવા આ સમસ્યાનો ઉકેલ નથી કેમકે હિંસાથી કોઈ સમસ્યા ઉકેલાતી નથી પણ બીજા દેશો માટે પણ આ ઘટના બોધપાઠ સમાન છે. સામાન્ય લોકોની તુકલીફોને નું સમજો તે અમેરિકામાં મહિનામાં બે વાર થયું એ બીજા દેશોમાં પણ થઈ શકે છે.
