પોર્ન પેજ પર ઇટાલીના પીએમ સહિત મહિલા રાજકારણીઓના ફોટા મૂકાયા

સોશિયલ મીડિયામાંથી ફોટા લઇ છેડછાડ કરાઇ ઇટાલીમાં એક મોટો કૌભાંડ બહાર આવ્યો છે, જેમાં મહિલા રાજકારણીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. એવું જાણવા મળ્યું છે…

સોશિયલ મીડિયામાંથી ફોટા લઇ છેડછાડ કરાઇ

ઇટાલીમાં એક મોટો કૌભાંડ બહાર આવ્યો છે, જેમાં મહિલા રાજકારણીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત ઘણી મોટી મહિલા રાજકારણીઓ આનો ભોગ બની છે. તેમના મૂળ ફોટા સાથે છેડછાડ કરવામાં આવી રહી હતી અને અશ્ર્લીલ બનાવીને પોર્ન વેબસાઇટ્સ પર પોસ્ટ કરવામાં આવી રહી હતી. ઘણી મહિલા નેતાઓએ આ સંદર્ભે ફરિયાદ પણ નોંધાવી છે.
અહેવાલ મુજબ, ફિકા નામના પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલા મહિલા રાજકારણીઓના આ ફોટા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અથવા જાહેર સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા હતા. બાદમાં તેમને સંપાદિત કરીને પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ વેબસાઇટના 7 હજારથી વધુ ફોલોઅર્સ છે. આરોપીઓએ મહિલાઓના ફોટા સાથે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.

અહેવાલ મુજબ, મહિલા રાજકારણીઓના ફોટા રેલીઓ અથવા ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન લેવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, પીએમ મેલોનીની બહેન એરિયાના પણ આ કૌભાંડનો ભોગ બની છે. તેમના ફોટા પણ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમના સિવાય અભિનેત્રી પાઓલા કોર્ટેલીસી, સી એન્કોરા ડોમાની અને પ્રભાવશાળી ચિઆરા ફેરાગ્નીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *