IPL 2026, કાલે RCB V/S GTનો પ્રથમ ક્વોલિફાયર

ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પ્લઓફમાં પહોંચી IPL 2026ના લીગ સ્ટેજનો અંત આવતાં હવે પ્લે-ઓફની ચારેય ટીમો નક્કી થઈ ગઈ…

ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પ્લઓફમાં પહોંચી

IPL 2026ના લીગ સ્ટેજનો અંત આવતાં હવે પ્લે-ઓફની ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. રવિવારે રમાયેલી મહત્વપૂર્ણ મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવીને પ્લે-ઓફમાં સ્થાન મેળવ્યું. આ જીત સાથે રાજસ્થાન ચોથી ટીમ બની, જ્યારે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટૂર્નામેન્ટમાંથી વિદાય થઈ ગઈ.

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 205 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 175 રન સુધી જ પહોંચી શકી. રાજસ્થાને સિઝનની આઠમી જીત મેળવીને અંતિમ ચારમાં સ્થાન પાકું કર્યું.લીગ સ્ટેજ પૂર્ણ થયા બાદ પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 18 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યું. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 18-18 પોઈન્ટ મેળવ્યા, પરંતુ નેટ રન રેટના આધારે ગુજરાત બીજા અને હૈદરાબાદ ત્રીજા સ્થાને રહ્યું. રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહ્યું.

ઓરેન્જ કેપ માટે 7 બેટ્સમેન રેસમાં, આ 3 ખેલાડીઓ પર્પલ કેપના દાવેદાર
આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. જ્યારે પર્પલ કેપ પર સૌથી વધારે વિકેટ લેનાર બોલરનો કબ્જો હોય છે. આઈપીએલ 2026માં હાલમાં ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શનના માથા પર ઓરેન્જ કેપ છે. તેમણે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી 14 મેચમાં 638 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપની રેસમાં સાંઈ સુદર્શન હાલ આગળ છે પરંતુ તેને 6 બેટ્સમેનો મોટી ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. જેમાંથી એક તો ટીમમેટ અને ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ જ છે.

ઓરેન્જ કેપની રેસમાં સાંઈ સુદર્શન બાદ બીજું સ્થાન ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલનું છે. તેમણે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી 13 મેચમાં 616 રન બનાવ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો હેનરિક ક્લાસેનની 14 મેચમાં 606 રન છે તે ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને છે. આ રેસમાં ક્લાસેન એક માત્ર એવો બેટ્સમેન છે. જે ઓપનર નથી.

દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં પહોંચી નથી એટલે કેએલ રાહુલ બહાર થયો છે. ગ્રુપ સ્ટેજમાં 14 મેચમાં 583 રન બનાવનાર રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપની રેસમાં રહેનારો ચોથો ખેલાડી છે. તો ઈશાન કિશન અભિષેક શર્મા અને વિરાટ કોહલી આ 3 ખેલાડીઓ ઓરેન્જ કેપની રેસમાં સામેલ છે. જો આ ટીમો આઈપીએલ 2026ની ફાઈનલ સુધી પહોંચે છે તો તેના માથા પર ઓરેન્જ કેપ જશે તેવી શક્યતા છે.
પર્પલ કેપના દાવેદાર 3 ખેલાડીઓની જો આપણે વાત કરીએ તો. આરસીબીનો ભુવનેશ્વર કુમાર,ગુજરાત ટાઈટન્સનો કાગિસો રબાડા અને રાજસ્થાન રોયલ્સનો જોફ્રા આર્ચર છે. જેમાં ભુવી અને રબાડાની 14-14 મેચમાં 24-24 વિકેટ છે. તો જોફ્રા આર્ચરની 14 મેચમાં 21 વિકેટ છે.

 

IPL 2026 પ્લે ઓફ શેડ્યૂલ
ક્વોલિફાયર 1: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરV/s ગુજરાત ટાઇટન્સ
તારીખ: 26 મે સ્થળ: ધર્મશાલા
એલિમિનેટર: સનરાઇઝર્સ હૈદરાબાદV/s રાજસ્થાન રોયલ્સ
તારીખ: 27 મે સ્થળ: ન્યૂ ચંદીગઢ
ક્વોલિફાયર 2: એલિમિનેટરનો વિજેતાV/s ક્વોલિફાયર 1નો હારનાર તારીખ: 29 મે સ્થળ: ન્યૂ ચંદીગઢ
ફાઇનલ: ક્વોલિફાયર 1નો વિજેતાV/s ક્વોલિફાયર 2નો વિજેતા
તારીખ: 31 મે સ્થળ: અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *