ક્રાઇમ
ચંદીગઢ કોર્ટમાં IRS અધિકારીની હત્યા, સસ્પેન્ડ IPSએ પોતાના જ જમાઈને ગોળી મારી
ચંદીગઢમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં શનિવારે જિલ્લા અદાલતમાં સસ્પેન્ડેડ IPS અધિકારીએ તેમના IRS અધિકારી જમાઈની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જમાઈને મારવા માટે સસરાએ એક નહીં પણ પાંચ ગોળીઓ ચલાવી હતી. તેમાંથી બે ગોળી IRSના જમાઈને વાગી હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલા જમાઈનું મોત નીપજ્યું હતું. ઘટના સમયે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.
ઘટના બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આરોપી સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારીને કસ્ટડીમાં લીધા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સસ્પેન્ડેડ IPS અધિકારી માલવિંદર સિંહ સિદ્ધુ પંજાબ પોલીસના ભૂતપૂર્વ AIG અધિકારી હતા. જ્યારે દમાદહરપ્રીત સિંહ કૃષિ વિભાગમાં IRSની પોસ્ટ પર તૈનાત હતા.
તપાસમાં જાણવા મળ્યું કે હરપ્રીત સિંહનો તેની પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. તેમના સસરા, સસ્પેન્ડેડ એઆઈજી માનવાધિકાર માલવિંદર સિંહ સિદ્ધુ પણ સુનાવણી દરમિયાન કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીએ સસરાને વોશરૂમ જવાનું કહ્યું.
કોર્ટ કોરિડોરમાં ગોળીઓ વરસાવી
જમાઈ હરપ્રીતે વોશરૂમ જવા અંગે સસરાને કહ્યું, ચાલો હું તમને રસ્તો બતાવું. ત્યારબાદ બંને વોશરૂમમાં ગયા અને આરોપી સસરા માલવિંદરે પિસ્તોલ કાઢી અને એક પછી એક પાંચ ગોળી ચલાવી. આમાંથી બે ગોળી હરપ્રીતને લાગી હતી. બે ગોળી આકસ્મિક રીતે ચલાવવામાં આવી હતી અને એક ગોળી પાછળના દરવાજામાં વાગી હતી. ગોળીબારના અવાજ બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યાં હાજર વકીલ દોડીને આવ્યા અને આરોપી સસરાને રૂમમાં બંધ કરી દીધા.
હોસ્પિટલમાં જતી વખતે મૃત્યુ થયું હતું
વકીલોએ ઘાયલ હરપ્રીતને તરત જ ઉપાડ્યો અને તેને બહાર લાવ્યા, ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને હરપ્રીતને સેક્ટર 16ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જો કે રસ્તામાં જ હરપ્રીતનું મોત થયું હતું. ડોક્ટરોએ હરપ્રીતને મૃત જાહેર કરી. પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપી સસરાને કસ્ટડીમાં લીધો હતો અને ઉપલબ્ધ પુરાવા એકઠા કર્યા હતા. અકસ્માત બાદ કોર્ટ પરિસરમાં હાજર જજ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ક્રાઇમ
વિશાખા ક્રેડિટ સોસાયટીના એક જ પરિવારના ચાર લોનધારકને એક રિટર્ન કેસમાં 9 માસની જેલ
શહેરની વિશાખા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી લીધેલી લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ નીવડેલ બે મહિલા સહિત ચાર લોનધારકને તકસીરવાન ઠરાવી 9 માસની સાદી કેદ અને ચેક મુજબની રકમ વાર્ષીક છ ટકાના સાદા વ્યાજ વળતરનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી માંથી સભાસદ દર જજે લીધેલી લોન હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગયેલા ભીખુભાઈ કેશાભાઈ વાળોદરા, હંસાબેન ભીખુભાઈ વાળોદરા, અર્જુનભાઈ ભીખાભાઈ વાળોદરા, પૂજાબેન અર્જુનભાઈ વાળોદરા તમામ સામે ચેક રીર્ટન થતા તમામ સામે અદાલતમાં નેગોસીએબલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. તરફથી એડવોકેટ અનિરૂૂધ્ધ નથવાણીની દલીલો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતનાં ચુકાદાઓ ઘ્યાને લઈ માં એડી. ચીફ. જયુડીમેજી. જે.એસ. પ્રજાપતી આરોપી કેશાભાઈ હંસાબેન ભીખુભાઈ વાળોદરા, ભીખુભાઈ વાળોદરા, અર્જુનભાઈ ભીખાભાઈ વાળોદરા, પૂજાબેન અર્જુનભાઈ વાળોદરા તમામને તકસીરવાન ઠરાવી 9 માસની સાદી કેદ અને ચેક મુજબની રકમ વાર્ષીક છ ટકાના સાદા વ્યાજ વળતરનો દંડ કરવામાં આવેલ અને જો દંડ એક માસમાં ન ચુકવે તો વધુ 2 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડ ની રકમ ફરીયાદીને વળતર તરીકે આપવા હુકમ કરવામાં આવેલો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે અનિરૂૂધ્ધ એ. નથવાણી, દિવ્યેશ એ. રૂૂડકિયા, દર્શિત બી. સોલંકી, તથા ધર્મીલ વી. પોપટ રોકયેલ હતા.
ક્રાઇમ
બનેવી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ભાઇ-બહેન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરના જંગલેશ્વરમાં બનેવી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ સ્કુટર આડુ નાખી ભાઇ-બહેન ઉપર હુમલો કર્યો હતો. હુમલો અને અકસ્માતના કારણે ચાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જાણવા મળતી વિગત મુજબ ગોકુલનગર શેરી નં.1માં રહેતા સાહીલ અબ્દુલભાઇ ગોગધ (ઉ.વ.21) નામના યુવાને ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે સોહીલ, સુલેમાન દલ અને સમીરના નામ આવ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી સમીર ઉર્ફે સંજલાને ફરીયાદીના બનેવી આસીફ બેરૈયા સાથે ઝઘડો થયો હોય દરમિયાન ફરીયાદી તેની બે બહેન અને ભત્રીજા તૈયબાને લઇ સ્કુટર લઇ જતો હતો. દરમિયાન જંગલેશ્વરમાં નુરાની ચોક પાસે પહોંચતા ત્રણેય આરોપીઓએ બાઇક આડુ નાખતા સ્કુટર સ્લીપ ખાઇ જતા ચોય પડી ગયા બાદ આરોપીઓએ ધારીયા જેવા તિક્ષણ હથીયારથી ફરીયાદી અને તેના બહેન ઉપર હુમલો કરી માર માર્યો હતો. જેથી ચારેયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
ચંદ્રેશનગરમાં મહિલાની કાર આંતરી કૌટુંબિક ભાઇની તોડફોડ
શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ પર કાર લઇ જઇ રહેલા મહિલાની કારને આંતરી કૌટુંબીક ભાઇએ કારમાં તોડફોડ કરી સમજાવવા જતા મહિલાના પતિને ધોકા વડે મારમાર્યો હતો. આ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવની મળતી વિગતો અનુસાર, ગુરૂપ્રસાદ ચોક હરસિદ્ધી ડેરીની પાછળ ત્રિવેણીનગરમાં રહેતા ગીતાબેન અજયભાઇ પાંઉ (ઉ.વ.48) એ ફરિયાદમાં તેમના મામાના દિકરા પરેશભાઇ શિવાભાઇ ચાવડાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ગીતાબેને ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગઇકાલે તેઓ પતિ સાથે બજારમાં કાર લઇ જતા હતા ત્યારે મામાના દિકરા પરેશભાઇ કાર લઇને આવી જોઇ તેમને જોઇ જતા ગીતાબેનને તું નીચે ઉતર તેમ કહેવા લાગ્યો હતો અને ગીતાબેન નીચે ઉતરતા ગાળો બોલી પરેશે અગાઉના ઝઘડાનો ખાર રાખી લાકડાના ધોકા વડે ગાડીનો કાચ ફોડી નાખ્યો હતો. અને તેમજ પતિને ધોકા વડે મારતા રાડારાડ કરતા પરેશભાઇ જતા રહ્યા હતા.
જતા જતા તેઓએ કહ્યુ કે તુ કયાંય ભેગી જઇશ તો જાનથી મારી નાખીશ ત્યારબાદ પરેશ ત્યાથી ભાગી ગયો હતો.આ બનાવનુ મુખ્ય કારણ ગીતાબેનના દીકરાની પત્ની પ્રતિજ્ઞા તેના પુત્ર ધનવીરને પુછયા વગર તેની સાથે લઇ જતા ગીતાબેન અને તેનો પુત્ર પાટલા સાસુ અનપૂર્ણાના ઘરે પુછપરછ માટે ગયા હતા ત્યારે ત્યા ઝઘડો થતા તે વાતનું મનદુ:ખ રાખી અન્નપૂર્ણાના પતિ પરેશે માથાકૂટ કરી હતી.
-
ગુજરાત1 day ago
જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજાર ધબાય નમઃ, ફરી રોકાણકારોના પૈસાનો ધુમાડો, સેન્સેક્સ 300 અંક તૂટયો
-
ગુજરાત1 day ago
જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ
-
ગુજરાત1 day ago
મુખ્ય માર્ગો પરથી વધુ 371 રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત
-
ગુજરાત1 day ago
ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
-
ક્રાઇમ1 day ago
તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી
-
ગુજરાત1 day ago
મોરબી સબ જેલમાંથી 40 ફાકી પકડાઇ, જેલરની રાજકોટ જેલમાં બદલી
-
રાષ્ટ્રીય1 day ago
ઓવરલોડ હોડીએ લીધી જળ સમાધી, 8 લોકો હતાં સવાર, 2ના મોત, જુઓ ઘટનાનો LIVE વીડિયો