IPL ફાઈનલ ફીવર : 20,000 રૂમ બુક, ફ્લાઈટનું ભાડું 35,000

અમદાવાદમાં હોટેલ-એવિએશન સેક્ટરને મળશે બુસ્ટર ડોઝ, ટ્રેન-બસ-મેટ્રો બધુ હાઉસફુલ રહેશે અમદાવાદમાં IPL ફાઇનલ ફિવર, હોટલ-ફ્લાઇટના ભાડાંએ ભૂક્કા બોલાવ્યા:નાઇટ સ્ટે માટે 36000 ચૂકવવા તૈયાર, ફ્લાઇટના ભાડાં…

અમદાવાદમાં હોટેલ-એવિએશન સેક્ટરને મળશે બુસ્ટર ડોઝ, ટ્રેન-બસ-મેટ્રો બધુ હાઉસફુલ રહેશે

અમદાવાદમાં IPL ફાઇનલ ફિવર, હોટલ-ફ્લાઇટના ભાડાંએ ભૂક્કા બોલાવ્યા:નાઇટ સ્ટે માટે 36000 ચૂકવવા તૈયાર, ફ્લાઇટના ભાડાં 35000 સુધી વધ્યા, હોટલ ઉદ્યોગને 200 કરોડનો નફો થશે.

અમદાવાદ ફરી એક વખત ક્રિકેટ કાર્નિવલ માટે તૈયાર થઈ ગયું છે. IPL 2026ની ફાઈનલ મેચ કાલે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. સામાન્ય રીતે મે મહિનાના અંતમાં હોટલ ઇન્ડસ્ટ્રી માટે ઓફ સિઝન માનવામાં આવે છે. શહેરની ઘણી મોટી મોટી હોટલોમાં અત્યારથી જ બુકિંગ થઈ રહ્યા છે. 30 અને 31 મે દરમિયાન અમદાવાદની મોટાભાગની પ્રીમિયમ હોટલો હાઉસફુલ છે. માત્ર બે દિવસમાં જ અંદાજે 200 કરોડથી વધુનો સીધો નફો હોટલ ઇન્ડસ્ટ્રીને થવાનો અંદાજ છે. તો બીજી તરફ અમદાવાદ આવતી તમામ ફ્લાઇટના ભાડા પણ 35000 સુધી વધીને આસમાને આંબી ગયા છે. જ્યારે હોટલમાં 1 રૂૂમમાં નાઇટ સ્ટેનો ચાર્જ પણ 36000 સુધી પહોંચ્યો છે.

IPL ફાઈનલનો સૌથી મોટો ફાયદો માત્ર હોટલ ઇન્ડસ્ટ્રીને જ નહીં, પરંતુ શહેરની આખી બિઝનેસ સર્કિટને થવાનો છે. મેચ જોવા માટે દેશભરમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવવાના છે. જેના કારણે ફ્લાઈટની ટિકિટમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રેન અને બસ ટિકિટોમાં પણ ડિમાન્ડ વધી ગઈ છે. અગાઉ પણ મોટી ક્રિકેટ ઇવેન્ટ્સ દરમિયાન અમદાવાદમાં ફ્લાઈટ ભાડામાં મોટો ઉછાળો નોંધાયો હતો. તેમજ IPL ની ફાઈનલ મેચના કારણે એસજી હાઈવે, મોટેરા, ચાંદખેડા અને ગાંધીનગર વિસ્તારની હોટલોની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે.

અત્યારે અમદાવાદની હોટલમાં કુલ 20 હજાર જેટલા રૂૂમ ઉપલબ્ધ છે. જો કે IPL ની ફાઈનલ મેચના કારણે તમામ રૂૂમ બુક થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અત્યારે 200 જેટલી 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલ છે. પરંતુ આગામી સમયમાં ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના કારણે આગામી સમયમાં હોટલોની સંખ્યા ડબલ થઈ જાય તો નવાઈ નહીં. અત્યારથી જ મોટાભાગની હોટલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જે હોટલના ભાવ 8થી 10 હજાર સુધી રહેતા હતા તે હોટલના ભાવ અત્યારે 25થી 30 હજારને પર પહોંચી ગયા છે.

રૂમનું નાઈટ સ્ટેનું હોટલ ભાડું
હોટલ ભાડું
હયાત (વસ્ત્રાપુર)  36,300
તાજ સ્કાયલાઈન 35,990
હયાત રેજન્સી (આશ્રમ રોડ) 34,200
બિઝનોટેલ પ્રાઈડ (મોટેરા) 29,027
લે મેરિડિયન 27,140
એપ્રિકોટ હોટલ (મોટેરા) 25,498
ડબલ ટ્રી બાય હિલટોન 21,240
ક્રિસ્ટલ પેલેસ 20,562
નોવોટેલ 20,060
વિવાંતા 18,880
રોયલ ક્ધફર્ટ 18,461
પ્રવેગ્સ ગ્રાન્ડ યુલોજીયા 17,479
ધ લીલા (ગાંધીનગર) 15,930
ધ હાઉસ ઓફ એમજી 14,912
ગેટવે સિંધુભવન 12,390

હોટેલ ઈન્ડસ્ટ્રીને 200 કરોડનો નફો થશે
હોટેલ ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થશે તેને લઈને હોટલ અને રેસ્ટોરન્ટ એસો.ના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, જેથી આ વખતે વેકેશનમાં કારણે મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવશે. જેથી 150થી 200 કરોડનો વધારાનો નફો હોટલ ઇન્ડસ્ટ્રીને થઈ શકે છે. અત્યારે અમદાવાદના હોસ્ટેલ ઇન્ડસ્ટ્રી માટે ઓફ સિઝન ચાલે છે. કઈ ટીમ ફાઈનલમાં આવે છે તેના આધારે હોટલના રૂૂમના ભાડામાં વધારો થઈ શકે છે. રૂૂટિન ભાવ કરતા હોટેલના રૂૂમના ભાવમાં અંદાજે 20 ટકા જેટલો વધારો થઈ શકે છે. કારણ કે જે પણ લોકો મેચ જોવા આવશે તે લોકો એક દિવસ હોટલમાં રોકવાના છે. જેથી તેનો ફાયદો હોટલ ઇન્ડસ્ટ્રીને થતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *