ગુગલ મેપથી ગામમાં જઈ રેકી કરી બંધ મકાનને નિશાન બનાવતા, ચોરી કરી હેલ્મેટ પહેરીને પોતાના વતન ભાગી જતાં
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને બાબરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાજ્ય ચોર ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આશરે 200 કિલોમીટરના વિસ્તારમાં લગાવેલા 150થી વધુ CCTV કેમેરાની સઘન તપાસ કરી હતી. આ ફૂટેજના અભ્યાસ બાદ આરોપીઓ અને ચોરીમાં વપરાયેલા વાહનોને ટ્રેક કરવામાં આવ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને પોકેટ કોપની મદદથી મહારાષ્ટ્રના પુણે અને દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં કાર્તિકભાઈ રમેશભાઈ ચામઠા, સુનીલભાઈ ઈશ્વરભાઈ નાનાવત અને વ્યાસ કડવા મનાવતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુબ્રમણ્યમ મુક્તાર મનાવત, અવિનાશ કીડુ ચામઠા, રાજપાલ કલ્પેશભાઈ ચામઠા, ભગીરથ ચંદુભાઈ ચામઠા અને વિશ્વનાથ શર્મા નાનાવત સહિતના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂૂ. 1.50 લાખ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સિલ્વર કલરની કાર (અંદાજે રૂૂ. 3 લાખ કિંમત) અને ત્રિકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં આ ગેંગની ચોરી કરવાની પદ્ધતિ (M.O.) સામે આવી છે. ગેંગના સભ્યો ૠજ્ઞજ્ઞલહય ખફા દ્વારા પોતાના રાજ્યથી 500 કિલોમીટરથી વધુ દૂર આવેલા ગામોને નિશાન બનાવતા હતા. દિવસ દરમિયાન સ્પોર્ટ્સ બાઇક પર રેકી કરીને બંધ મકાનો પસંદ કરવામાં આવતા હતા. ત્યારબાદ રાત્રે ચોરી માટે બાઇક પર એક ટીમ મોકલવામાં આવતી, જ્યારે અન્ય સભ્યો કાર સાથે દૂર રાહ જોતા હતા.
ચોરી કર્યા બાદ પોલીસને ચકમો આપવા માટે આરોપીઓ બાઇક અને કાર વચ્ચે અદલાબદલી કરતા હતા. તેઓ હેલ્મેટ પહેરીને પોતાની ઓળખ છુપાવીને પોતાના મૂળ સ્થળે પહોંચી જતા હતા.
