મિલકત વેરા વળતર યોજના સફળ, 2.85 લાખ કરદાતાઓએ 194.42 કરોડ વેરો ભર્યો
મહાનગરપાલિકાએ બાકીદારોને રિઝવવા માટે ચડત વેરામાં વ્યાજ માફની બદલે હપ્તા સિસ્ટમ અને તે દિવસથી વ્યાજ બંધ કરી વન ટાઇમ ઇન્ટ્રોલમેન્ટ યોજના અમલમાં મુકી છે. જેને બે માસ થવા છતા જોઇએ તોટલો પ્રતિસાદ સાપડયો નથી આજ સુધીમાં ફકત 2117 બાકી દારોએ તેનો લાભ લીધો છે. જેની સામે બાકી દારોની સંખ્યા 2 લાખથી વધુ હોય આ યોજના ફરી એક વખત ફલોપ થયાનું સાબિત થયું છે. પ્રમાણીક કરદાતાઓએ વેરા વળતર યોજનાનો લાભ લેવા ભારે ધસારો કર્યો હોવાનુ જાણવા મળેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-09-04-2025ના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિલ્કતવેરાના બાકીદારોને રાહત મળી રહે તે હેતુ થી વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મુકવામાં આવેલ છે.
આ સ્કીમ દ્રારા કરદાતાઓને વાર્ષિક ધોરણે ચાર હપ્તાથી જુનું ચડત + ચાલુ વાર્ષ બાકી વેરો નિયત સમય મર્યાદામાં ભરપાઇ થવાથી મિલકતવેરામાં નવુ ચડત થતું વ્યાજ બંધ થાય છે. વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમમાં કુલ કરદાતાઓ 2117 કરદાતાઓએ ભાગ લીધો છે તથા વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ યોજના 31-05-2025 સુધી અમલી રહેશે. છતાં આ સ્કિમને નબળો પ્રતિસાદ સાપય્ડો હોય તેવુ લાગી રહ્યું છે. મનપાના ચોપડે નોધાયેલા મિલ્કત ધારોકે પૈકી બે લાખથી વધુ બાકી દારો વર્ષોથી વેરો ભરતા નથી છતા ફકત 2117 લોકોએ આ સ્કિમનો લાભ લીધો હોવાનું વેરા વિભાગે જણાવ્યું છે.
