ખંભાળિયા આઇ.ટી.આઇ. ખાતે કાલે ઔદ્યોગિક ભરતી મેળો

દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે બુધવાર તારીખ 4 ના રોજ સવારે 10:30 વાગ્યે નોકરીદાતાઓ તથા રોજગારઇચ્છુકો વચ્ચે સેતુરૂૂપ ભરતી મેળો…

દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે બુધવાર તારીખ 4 ના રોજ સવારે 10:30 વાગ્યે નોકરીદાતાઓ તથા રોજગારઇચ્છુકો વચ્ચે સેતુરૂૂપ ભરતી મેળો યોજાશે.
ખંભાળિયામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાનાર આ જોબફેરમાં જુદી-જુદી ખાનગી કંપનીઓના નોકરીદાતાઓ ભાગ લેશે. આઈ.ટી.આઈ. ટેકનીકલ ટ્રેડ, ડીપ્લોમા, એમ.એસ. ડબ્લ્યુ, એમ.એ.બી.એડ., બી.એ., બી.કોમ, બી.ઈ., બી.સી.એ., એમ.સી.એ. જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, ટેકનીકલ, ડેટા એન્ટ્રી ઓપરેટર. મીકેનીક, ઇન્સ્ટુમેન્ટ, એડમીન, કાઉન્સેલર અને સુપરવાઈઝર જેવી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે.

આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ આ જોબફેરમાં સ્વખર્ચે હાજર રહી શકશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *