લોધિકાના નગર પીપળિયામાં ઘર પાસે પ્લોટમાં સાફ સફાઇ કરતા યુવાન પર હુમલો

લોધીકાના નગર પીપળીયામાં રહેતા નરેન્દ્રસિંહ રાજુભા પરમાર (ઉ.વ.30)નામના યુવાનને તેમના પાડોશમાં રહેતા મોટાબા મનુબા અને તેનો દીકરો હરદેવસિંહે ધોકા અને પાઇપ વડે બેફામ માર મારતા…

લોધીકાના નગર પીપળીયામાં રહેતા નરેન્દ્રસિંહ રાજુભા પરમાર (ઉ.વ.30)નામના યુવાનને તેમના પાડોશમાં રહેતા મોટાબા મનુબા અને તેનો દીકરો હરદેવસિંહે ધોકા અને પાઇપ વડે બેફામ માર મારતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુ વિગતો મુજબ નગર પીપળીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ રાજુભા પરમારના માર્ચ મહિનાની 12 તારીખે લગ્ન હોવાથી તેમના ઘરની બાજુમાં રહેલા પ્લોટની સાફ સફાઇ કરવાની જેથી તેઓએ જેસેબી બોલાવ્યુ હતું અને જેને કારણે તેમના પાડોશમાં રહેતા મોટાબાને ન ગમતા પુત્ર સાથે મળી માર માર્યો હતો. આ ઘટનાને પગલે ઘવાયેલા નરેન્દ્રસિંહને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે હાલ લોધીકા પોલીસે નરેન્દ્રસિંહની ફરિયાદ પરથી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *