યુએસ ઓપન ટેનિસ માં ભારતના યુકી ભાંબરીએ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવીને તરખાટ મચાવી દીધો છે. તેણે મેન્સ ડબલ્સમાં ન્યૂ ઝીલેન્ડના માઇકલ વીનસ સાથેની જોડીમાં નિકોલા મેટિચ તથા રાજીવ રામની જોડીને 6-3, 6-8, 6-3થી પરાજિત કરી હતી. ભાંબરી પહેલી જ વખત ગ્રેન્ડ સ્લેમની સેમિમાં પહોંચવામાં સફળ થયો છે. તે ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ નંબર-વન છે.
સિંગલ્સમાં પુરુષોના વર્ગમાં ફેલિક્સ ઑગર-ઍલિયાસિમે ચાર કલાક, 10 મિનિટ સુધી ચાલેલી ક્વોર્ટર ફાઇનલ મેચમાં ઍલેક્સ દ મિનોરને 4-6, 9-7, 7-5, 7-4થી હરાવીને ફરી એકવાર આ જ સ્પર્ધાની સેમિ ફાઇનમાં એન્ટ્રી કરી હતી. કેનેડાનો ફેલિક્સ સેમિમાં વર્લ્ડ નંબર-વન યાનિક સિનર સામે રમશે. સિનરે ક્વોર્ટર ફાઇનલમાં લોરેન્ઝો મુસેટીને 6-1, 6-4, 6-2થી પરાજિત કરીને સેમિમાં લાગલગાટ બીજા વર્ષે યુએસ ઓપનની સેમિમાં પ્રવેશ કર્યો છે. તે ગયા વર્ષે ટાઇટલ જીત્યો હતો આ વખતે પણ જીતવા માટે ફેવરિટ છે.
