ભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સમાં બ્લૂ જર્સીમાં જોવા મળશે

જાપાનમાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમ ફરી એકવાર તેની ઓળખ સમાન ’બ્લૂ જર્સી’માં જોવા મળશે. નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં રમાયેલ હોકી વર્લ્ડ કપ દરમિયાન ભારતીય…

જાપાનમાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમ ફરી એકવાર તેની ઓળખ સમાન ’બ્લૂ જર્સી’માં જોવા મળશે. નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં રમાયેલ હોકી વર્લ્ડ કપ દરમિયાન ભારતીય પુરુષ અને મહિલા ટીમોની પ્રાથમિક કિટ કેસરી રંગની કરવામાં આવી હતી. જર્સીનો રંગ બદલાતા મોટો વિવાદ સર્જાયો હતો. ઘણાં પૂર્વ હોકી ખેલાડીઓએ તેને અયોગ્ય ગણાવ્યો હતો. જેનાં કારણે હોકી ઈન્ડિયા એ એશિયન ગેમ્સ માટે પોતાનો નિર્ણય બદલ્યો છે.

હોકી ઈન્ડિયા એ જર્સીનો રંગ બદલવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, આવું વાદળી રંગની ટર્ફને કારણે કરવામાં આવ્યું હતું. વાદળી રંગની જર્સીને કારણે ખેલાડીઓ પોતાના સાથે ખેલાડીઓને બરોબર જોઈ શકતા નહોતા. જોકે, પૂર્વ કેપ્ટન્સ ધનરાજ પિલ્લૈ, વીરેન રાસક્ધિહા, પરગટ સિંહ, અજીત પાલ સિંહ અને વાસુદેવન ભાસ્કરને આ પરિવર્તનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. આ મામલે હોકી ઈન્ડિયાની અંદર પણ ખેંચતાણ જોવા મળી હતી. અધ્યક્ષ દિલીપ તિર્કીએ તેમની જાણ બહાર નિર્ણય લેવાયાની વાત કરી હતી. જ્યારે સેક્રેટરી ભોલા નાથ સિંહે દાવો કર્યો હતો કે, તમામ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

IOAને પ્રથમ પસંદગી તરીકે બ્લૂ જર્સીની જાણ કરીજાપાન જતા પહેલા હોકી ઈન્ડિયા એ પોતાના જૂના નિર્ણયને પરત લીધો. હોકી ઈન્ડિયાનાં ટ્રેઝરર શેખર મનોહરને આ અંગે પૃષ્ટિ કરતા કહ્યું કે,’ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA) એ અમને કિટની પ્રથમ પસંદગી અંગે સવાલ કર્યો હતો. હોકી ઈન્ડિયા એ પ્રથમ પ્રાથમિકતા તરીકે વાદળી રંગની અને બીજા પ્રાથમિકતા કેસરી રંગની જર્સીને આપી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *