રાજકોટ ખાતે ઇન્કમટેકસ ઓફીસમાં ફરજ બજારતા મૌલિકભાઇ પ્રવિણભાઇ મહેતાએ આકારણી વર્ષ 2011/12માં કવેરી સોલ્વ કરવા 15 હજારની લાંચ સ્વિકારતા પકડાયા હતા. આ ઘટનામાં તેમને તકસીરવાર ઠેરવી 4 વર્ષની સજા અને 1 લાખનો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકિકત એવી છે કે, રાજકોટ ખાતે આરોપી મૌલેશ પ્રવિણચંદ્ર મહેતા ઈન્કમટેક્ષ ઓફિસમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અરજદાર અમિત જોષી સામે નોટીસ કરી આકારણી વર્ષ-2011/12 ના ઈન્કમ ટેક્ષ રીટર્નમાં કવેરી કાઢેલ હતી. આ કવેરી સોલ્વ કરવા માટે અરજદાર અમિત જોષી પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે આરોપી પાસે 3 વખત ગયેલ જે દરમ્યાનનો સમગ્ર વાર્તાલાપ અરજદારના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ થયેલ.
આ વાર્તાલાપની સીડી બનાવી અરજદારે એ.સી.બી. નિયામક ને મોકલેલ. નિયામકએ આ અંગે તપાસ કરવા રાજકોટ એ.સી.બી. પોલીસ સ્ટેશનને મોકલતા તે વખતના પી.આઈ. એમ. એમ. સરવૈયાએ અરજદાર અને સી.એ. ના નિવેદનો લઈ આરોપી મૌલેશ મહેતા વિરૂૂધ્ધ જાતે ફરીયાદ આપેલ હતી. તપાસ દરમ્યાન સીડીની ખરાઈ કરાવતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનુ નિવેદન લેતા લાંચની રકમ રૂૂા. 15,000/- સ્વીકારાયેલ હોવાનુ સાબિત થતુ હતું. ચાર્જશીટ બાદની કોર્ટ કાર્યવાહી દરમ્યાન જુબાનીમાં અરજદાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈન્કમ ટેક્ષ અધિકારીને શકય હોય ત્યાં સુધી બચાવી શકાય તે પ્રકારની જુબાની આપતા હતા. આ સંજોગોમાં આરોપી વિરૂૂધ્ધનો ઈલેકટ્રોનીક પુરાવો સચોટ જણાતો હતો પરંતુ સાહેદોએ જુબાનીમાં ઈરાદાપુર્વકની વિસંગતતા રેકર્ડ ઉપર લાવેલ હતી.
નામ. અદાલતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કોર્ટમાં રૂૂબરૂૂ હાજર રાખી આરોપીની હાજરીમાં સીડી પ્લે કરી તેમાં રેકોર્ડ થયેલ વાર્તાલાપના મોટા ભાગના અંશો અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તેમના અને આરોપીના અવાજ અંગે પ્રશ્નોતરી કરેલ હતી. આ પ્રશ્નોતરી દરમ્યાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે સીડીના દરેક વાકયમાંનો અવાજ તેમનો અને આરોપીનો હોવાનુ ઓળખી બતાવેલ હતું.
સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ કે ગુન્હો બનતો હોય તે સમયે ઈલેકટ્રોનીક માધ્યમથી જે વાર્તાલાપ રેકોર્ડ થયેલ છે તે સચોટ અને અર્થસભર હોય છે.
જયારે સાહેદો મૌખિક જુબાની આપવા કોર્ટમાં આવે ત્યારે તેઓ બનાવનું વર્ણન પોતાની યાદશક્તિ પ્રમાણે કરતા હોય તેથી જુબાની દરમ્યાન બનાવ અંગેના વર્ણનમાં થોડી થોડી વિસંગતતાઓને ધ્યાનમાં લેવી ન જોઈએ. હાલના કેસમાં ઈલેક્ટ્રોનીક માધ્યમની રેકોર્ડ થયેલ વાર્તાલાપમાં પોતાનો અવાજ નથી તેવો બચાવ આરોપીએ કોઈપણ જગ્યાએ લીધેલ નથી. આ સંજોગોમાં આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય તેથી આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ વી. કે. ભટ્ટે આરોપી મૌલેશ પ્રવિણચંદ્ર મહેતાને તકસીરવાન ઠરાવી 4-વર્ષ ની સખ્ત કેદની સજા અને રૂૂા. 1,00,000/- નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.
