કલેક્ટરના પી.એ. અને કલાર્કના તપેલા ચડ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કરવાના રૂૂ.1500 કરોડથી વધુના કૌભાંડનો ઇડીએ પર્દાફાસ કર્યો હતો.જેમાં કલેકટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરી સામે ઇડીએ ગુનો દાખલ કર્યો છે.આ કેસમાં તતકાલિન સિટી મામલત્તદાર મયુર દવે, કલેકટરના પીએ જયરાજસિંહ અને કલાર્ક મયુરસિંહના નામો પણ ઉછળ્યા હતા અને તેમની સામે પણ કાર્યવાહી થશે તેવી સ્પસ્ટ વાત હતી ત્યારે વર્તમાન સમયે આ ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કરવા ખુલ્લેઆમ નાણા લેવામાં આવતા હતા.વહિવટ કર્યા વગર એક પણ ફાઇલ આગળ ચાલતી ન હતી.ત્યારે રૂૂ.1500 કરોડથી વધુના કટકી કાંડનો ઇડીની ટીમે પર્દાફાસ કરતા ખળભળાટ મચી ગયો હતો.આ બાબતે ઇડીએ કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ અને નાયબ મામલત્તદાર ચંદ્રસિંહ મોરી સામે ગુનો દાખલ કર્યો હતો.
આ કેસમાં તતકાલિન મામલત્તદાર મયુર દવે,કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલા અને કલાર્ક મયુરસિંહના નામો પણ ઇડીની તપાસમાં ખુલ્યા હતા.આથી રેવન્યુ વિભાગ દ્વારા આ ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.ત્યારે અધિક કલેકટર પી.કે.ઓઝા માથે પણ લટકતી તલવાર હોવાનું માનવામાં આવી રહયુ છે.ઇડીએ આરોપીઓ વિરૂૂધ્ધ 200 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.જેમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં કેવી રીતે એનએમાં કૌભાંડ થતુ કોણ કેટલા રૂૂપીયા લેતુ તે વિગતોનો પુરાવા સાથે ખુલાસો કરાયો હોવાનું મનાઈ રહયુ છે.
ઇડીની તપાસમાં આરોપી તરીકે નામ આવ્યા હોય તો સસ્પેન્ડ કરવામાં આવે.ત્યાર બાદ તપાસ થાય અને જો તપાસમાં દોષીત જણાય તો કર્મચારીઓને ટર્મીનેટ પણ કરવામાં આવી શકે છે.જો દોષીત ન જણાય તો ફરીથી સર્વિસમાં પાછા પણ લઇ શકે છે.હાલ સસ્પેન્ડ કરવાની કામગીરી સરકારના રેવન્યુ વિભાગે કરવાની હોય છે.-એમ.પી.સભાણી- (સરકારી વકિલ-એક્ષપર્ટ)
