અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સાજણાવાવ ગામે અંદાજે 26 લાખના ખર્ચે નવ નિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેન્દ્રના નિર્માણથી સાજણાવાવ સહિતના આજુબાજુના ગ્રામજનોને ઘર આંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.
પેટા આરોગ્ય કેન્દ્રનુ લોકાર્પણ થતા ડાયાબિટીસ,બીપી અને અન્ય રોગોનુ નિદાન,માર્ગદર્શન અને પ્રાથમિક સારવાર સાથે જ આરોગ્ય કેન્દ્રમા સરકારની આરોગ્ય લક્ષી સેવાઓ અંગેની માહિતી અને માર્ગદર્શન પણ મળી રહેશે તેમજ આ આરોગ્ય કેન્દ્ર દ્વારા ગ્રામજનોની તંદુરસ્તી જળવાઈ રહે તેવી ધારાસભ્ય દ્વારા અપેક્ષા વ્યક્ત કરાઈ હતી અને રાજયમા એક પણ વ્યક્તિ સારવાર કે દવાના અભાવે મૃત્યુ ન પામે તે માટે સરકાર હંમેશા ચિંતિત હોવાનુ જણાવેલ.
આ કાર્યક્રમમા જીલ્લા પંચાયત સભ્ય વિક્રમભાઈ શિયાળ,તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂૂભાઈ નકુમ,તાલુકા પંચાયત પ્રમુખ ધીરજલાલ પુરોહિત,તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ કલસરીયા,તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ગુજરીયા, ઘનશ્યામભાઈ સાવલિયા, સાજણાવાવ સરપંચ પોપટભાઈ જોગરાણા,ઉપસરપંચ નયનભાઈ સોડવડીયા,તાલુકા આરોગ્ય અધિકારી ડો.નિલેશભાઈ કલસરીયા સહિતનો આરોગ્ય સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જે યાદીમા જણાવેલ છે.
