કોંગ્રેસ દ્વારા વોટ ચોર-ગાદી છોડના નારા સાથે જામનગરમાં સહી ઝુંબેશનો પ્રારંભ

કોંગ્રેસ ના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ મહારાષ્ટ્ર રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી પછી મતદાર યાદી માં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારી…

કોંગ્રેસ ના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ મહારાષ્ટ્ર રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી પછી મતદાર યાદી માં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારી નો આધાર-પુરાવા સાથે પર્દાફાશ કર્યો હતો.

મતદાર યાદીમાં અને દેશમાં ચૂંટણીઓમાં ચાલી રહેલી વ્યાપક ગેરરીતિઓ સામેની લડતને દશવ્યાપી બનાવવા પવોટ ચોર, ગાદી છોડથના નારા સાથે સહીં ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે.

કોંગ્રેસ પક્ષની આ અતિ ગંભીર બાબત અંગે આક્રમક રણનીતિ સાથે દેશવ્યાપી ચળવળ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રશ્ને જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં પવોટ ચોર, ગાદી છોડથ સહી ઝુંબેશ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દેશભરમાંથી પાંચ કરોડ દેશવાસીઓની સહી એકત્ર કરવામાં આવશે, જે માટે દરેક જિલ્લા, તાલુકા, ગામડા, શહેરોમાંથી વધુમાં વધુ સહીઓ એકત્ર થાય તેવું ચોક્સાઈપૂર્વકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા જાહેર સભા, સોશિયલ મીડિયા, ગ્રુપ બેઠકો વિગેરે દ્વરા પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

આ ઝુંબેશ સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચ પાસે જાહેર ચકાસણી માટે ફોટા સાથે મશીન રીડેબલ મતદાર યાદી ઉપલબ્ધ કરાવવા, દરેક ચૂંટણી પહેલા ફોટા સાથે રદ્ કરવાની અને ઉમેરવાની યાદી જાહેરમાં પ્રકાશિત કરવા, ખોટી રીતે રદ્ કરવામાં આવેલા મતદારો માટે સુચારૂૂ ફરિયાદ નિવારણ પ્રણામી ગોઠવવા, કટ ઓફ ડેઈલી સુનિશ્ચિત કરવા, મતદારોને છૂપાવનારા અધિકારીઓ, એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવી છે.

આ પત્રકાર પરિષદમાં અને તે પૂર્વે યોજાયેલ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ની બેઠકમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા), મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, પ્રદેશ ડેલીગેટ સહારાબેન મકવાણા, બિપેન્દ્રસિંહ જાડેજા, જિ.પં. સભ્ય જે.પી. મારવિયા, ભરતભાઈ વાળા, કોર્પોરેટરો આનંદ ગોહિલ, જેનબબેન ખફી, યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, અતુલભાઈ પ્રજાપતિ, મહિલા પ્રમુખ પૂજાબેન પટેલ, વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઈ કાંબરિયા, મનોજભાઈ પરમાર, રવિરાજસિંહ ગોહિલ, હંસરાજ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *