વડોદરામાં PIના નામે રૂા.પાંચ લાખ માંગી અઢી લાખ પડાવ્યા

વડોદરામાં એક ખાનગી નાગરિક વારસિયાના પી.આઈના નામથી પાંચ લાખની લાંચ માગ્યા બાદ અઢી લાખની લાંચ લેતા એસીબીના હાથે પકડાઈ ગયો હતો આ મામલે એસીબીએ લાંચની…

વડોદરામાં એક ખાનગી નાગરિક વારસિયાના પી.આઈના નામથી પાંચ લાખની લાંચ માગ્યા બાદ અઢી લાખની લાંચ લેતા એસીબીના હાથે પકડાઈ ગયો હતો આ મામલે એસીબીએ લાંચની રકમ બાબતે પી.આઈને ખરેખર જાણ હતી કે આ કેસમાં પી.આઈની સંડોવણીને લઇને એસીબીએ વધુ તપાસ શરૂૂ કરી છે. બિલ્ડર સામે જમીનના કેસમાં ફરિયાદ દાખલ કરવા માટે પીઆઇનું નામ વટાવી પાંચ લાખની લાંચ માગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મળતી વિગતો મુજબ એક જાગૃત નાગરીક દ્વારા એસીબીમાં ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં વડોદરાના મકરપુરા રોડ ઉપર ગોકુલનગર સિદ્ધિ સોસાયટીમાં બી/40 રહેતા ખાનગી વ્યક્તિ સુરેશભાઈ રામચંદ તોલાણીનું નામ આપ્યું હતું. ફરિયાદીની વારસિયા વડોદરા ખાતેના સર્વે નંબર 329 ની જમીન ઉપર અજાણ્યા બિલ્ડર દ્વારા બાંધકામ થતા વારસિયા પોલીસ સ્ટેશન વડોદરા ખાતે ફરિયાદીએ અરજીઓ કરેલ હતી. જે અરજી આધારે આ કામના ફરિયાદીની સામેવાળા વિરુદ્ધ વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે સુરેશભાઈ રામચંદ તોલાણીએ વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાના નામથી પાંચ લાખની લાંચની માગણી કરેલ અને ફરિયાદ દાખલ કરાવતા પહેલા રૂૂ.2.50 લાખ આપવાના અને ફરિયાદ દાખલ થયા બાદ બાકીના રૂૂપિયા રૂૂ.2.50 લાખ આપવાની વાત થઇ હતી.

આ મામલે ફરીયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબી ના અમદવાદ એકમના મદદનિશ નિયામક ડી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ વી.ડી.ચૌધરી અને તેમની ટીમે વડોદરાના ચોખંડી નજીક અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં વોચ ગોઠવી રૂૂ.2.50 લાખની લાંચ લેતા સુરેશભાઈ રામચંદ તોલાણીને રંગે હાથ ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *