ઉનામાં રિક્ષાનું ટાયર ફાટતાં પલટી ખાધી, વૃદ્ધ મુસાફરનું મોત : સાત લોકો ઈજાગ્રસ્ત

ખોખરડા ફાટક પાસે રીક્ષાનું ટાયર ફાટતા ઉંધી પડતા વૃદ્ધ પેસેન્જરનું મૃત્યુ નિપજ્યું હતું અને 7 પેસેન્જરને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઊના તાલુકાના…

ખોખરડા ફાટક પાસે રીક્ષાનું ટાયર ફાટતા ઉંધી પડતા વૃદ્ધ પેસેન્જરનું મૃત્યુ નિપજ્યું હતું અને 7 પેસેન્જરને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઊના તાલુકાના નવા બંદરમાં મસ્જિદ પાસે રહેતા 32 વર્ષીય સિકંદરભાઈ ઈકબાલભાઈ ચુડીયાતા તથા તેના 80 વર્ષીય નાના અલીભાઈ અબ્દુલભાઈ શેખ ગત તા. 24 ડિસેમ્બરના રોજ વંથલી તાલુકાના આખા ગામે મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા હતા. ધાર્મિક કાર્યક્રમ પૂરો કરી સાંજે 5:30 વાગ્યે પરત જવા માટે બંને આખા ગામથી જીજે 12 યુ 8543 નંબરની છોકરો રિક્ષામાં આખા ગામના 5 પેસેન્જર સાથે બેઠા હતા. સાંજે છ વાગ્યે ખોખરડા ફાટક પાસે હાઇવે રોડ ઉપર પહોંચતા રીક્ષાનું ટાયર ફાટતાં રીક્ષા રોડ ઉપરથી ઊંધી ખાબકતા તમામ પેસેન્જર ફંગોળાઈ જતા ઇજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વંથલી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઓલીભાઈને માથાનાં ભાગે ગંભીર ઇજા થવાથી વધુ સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી ગુરુવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા અલીભાઈને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અક્સ્માત અંગે સિકંદરભાઈ ચુડીયાતાની ફરિયાદ લઈ રીક્ષા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી વંથલી પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *