સોશિયલ મીડિયા એપમાં સંપર્ક થતાં બંન્ને વચ્ચે મોબાઇલ નંબરની લેતી-લેતી થઇ હતી
અપહરણ બાદ બે વાર દુષ્કર્મ ગુજાર્યાં બાદ શખ્સ સગીરાને રેસકોર્ષ પાસે ઉતારી જતો રહ્યો
રાજકોટની 15 વર્ષીય સગીરા સાથે સ્નેપચેટ મારફતે સંપર્ક કેળવી કાર્તિક સાટિયા નામના શખ્સે મેળામાં ફરવા જવાના બહાને ઘરે લઇ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો.બાદમાં બીજા દિવસે હવસખોર શખ્સ તરૂૂણીને રેસકોર્સ ખાતે ઉતારી ગયો હતો. જે બાદ સગીરાએ બનાવ અંગે પરિવારને આપવીતી વર્ણવી હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે પિતાની ફરિયાદ પરથી પોક્સો, દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોરની શોધખોળ શરૂૂ કરી હતી.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ભોગ બનનાર સગીરાના પિતાએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પુત્રીની ઉમર 15 વર્ષ 10 મહિના છે. પુત્રીએ ધો. 8 સુધીનો અભ્યાસ કર્યો છે. ગત તા.18 ના બપોરના અઢી વાગ્યાં આસપાસ પુત્રી મેળામાં ફરવા જવાનું કહી ઘરેથી નીકળી હતી.બાદમાં રાત સુધી પુત્રી પરત નહિ ફરતા પરિજનોએ શોધખોળ શરૂૂ કરી હતી. આખી રાત શોધખોળ કર્યા બાદ પણ પુત્રી મળી આવી ન હતી. દરમિયાન બીજા દિવસે સવારે આશરે નવ વાગ્યાં આસપાસ પુત્રી એરપોર્ટ રોડ નજીકથી મળી આવી હતી.
બાદમાં પુત્રીએ જે આપવીતી વર્ણવી હતી તેનાથી પિતા સહિતના પરીજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પુત્રીએ જણાવ્યું હતું કે, બે માસ પૂર્વે કાર્તિક સબુર સાટીયા નામના શખ્સ સાથે સ્નેપચેટ મારફત પરિચય થયો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની લેતી-દેતી થઈ હતી અને વાતચીત શરૂૂ થઈ હતી.દરમિયાન આરોપી અગાઉ સગીરાને એકથી વધુ વાર મળવા બોલાવી હતી. બાદમાં ગત તા.18 ના મેળામાં સાથે ફરવા જવાનું નક્કી કર્યું હતું. જેથી સગીરા કાર્તિક સાટીયાને મળવા પહોંચી હતી. જ્યાંથી આરોપી શખ્સ સગીરાને પોતાના ઘરે લઇ ગયો હતો.
જ્યાં આખી રાત સાથે રાખીને કાર્તિક સાટીયાએ બે વાર સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં બીજા દિવસે સવારે કાર્તિક સાટીયા સગીરાને રેસકોર્સ નજીક ઉતારી ચાલ્યો ગયો હતો.પુત્રીએ જણાવેલી હકીકતના આધારે પિતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે પોક્સો, દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર શખ્સની શોધખોળ શરૂૂ કરી છે.
