ભાવનગરના તળાજા નજીક હાઇવે પર ટ્રકમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સેલવાસ થી દારૂૂ ભરેલો ટ્રક છેક તળાજા નજીક પહોંચ્યા બાદ નેશનલ હાઇવે પર ઝડપી લેવામાં દાઠા પોલીસ ને સફળતા મળીછે.આ કિસ્સો સેલવાસ થી તળાજા સુધીમા…

સેલવાસ થી દારૂૂ ભરેલો ટ્રક છેક તળાજા નજીક પહોંચ્યા બાદ નેશનલ હાઇવે પર ઝડપી લેવામાં દાઠા પોલીસ ને સફળતા મળીછે.આ કિસ્સો સેલવાસ થી તળાજા સુધીમા અનેક પોલીસ મથકની હદ વટાવી ને પહોંચી ગયો હતો. જે દર્શાવે છેકે રાજ્યની સલામતી મા ક્યાંક છીંડાછે.પોલીસે ટ્રક,મોબાઈલ મળી કુલ રૂૂ.29,83,600/- મુદામાલ કબ્જે લઈ ઝડપાયેલા નાની રાજસ્થળી ના બે ખેપિયાઓને કોર્ટમાં રજૂ કરી દિવસ ત્રણ ના રિમાન્ડ મેળવ્યાછે. દાઠા પો.સ્ટેના હેડ.કો.મહેન્દ્રસિંહ રૂૂપસિંહ સરવૈયા એ નોંધાવેલ ફરિયાદ મુજબ ગતરાત્રે નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમા હતા.તે સમયે ખાનગી બાતમી મળી હતી.

જેને લઈ પસાર થતા ટ્રક નં.જીજે-14 ઝેડ-2465 ને થોભાવી તલાશી લેતા વિલાયતી દારૂૂની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી બોટલ નંગ 2496જેની કિંમત રૂૂ.14,73,600/- તથા ટ્રક ની કિંમત રૂૂ.1500000/- તથા ટ્રક ના ડ્રાંઇવર મેહુલ અશોક પાંગળ તથા કલીનર નિલ જેઠા પાંગળ રે.બંને નાની રાજસ્થળી પાસેના બે મોબાઈલ નંગની કિંમત રૂૂ.10000/-ગણી પોલીસે કુલ કી. રૂૂ.2983600/- નો મુદ્દામાલ કબ્જે લઈ બંને ઈસમો ની ધરપકડ કરી હતી.પોલીસ સમક્ષ પોપટ બનેલ ઈસમોએ આ ટ્રકમાં સાંજણાસર ગામના રાજુ વાસુરભાઈ વાઘોશી એ સેલવાસ ગામેથી તેમના જાણીતા વ્યક્તિ દ્વારા ભરાવ્યો હતો. કોને ક્યાં કેટલો દેવાનો હતો એ ખબર નથી!.

પોલીસે વિલાયતી દારૂૂનો મોટો જથ્થાના આરોપી સપ્લાયર રાજુ વાઘોશી ની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.પો.સ.ઇ ચેતન મકવાણા એ ખેપિયા મેહુલ પાંગળ અને અનિલ પાંગળ ને તળાજા કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તળાજા શહેર અને તાલુકાના અનેક લોકો વિલાયતી દારૂૂના સેવન ની પરમીટ ધરાવે છે.તેનો ક્વોટા અલગ હોય છે. માહિતગાર સૂત્રો જે નિયમિત સેવન માટે પંકાયેલા છે તેઓના શબ્દોમાં કહીએ તો જેની પાસે પરમીટ છે તે પણ દારૂૂ નો ધંધો કરી ને મહિને પોતાનો ખર્ચ કાઢેછે.મોંઘી બ્રાન્ડ લાવી ને તેને બમણાભાવે વેચી પોતે સસ્તો પીવે છે.એ સુત્રોતો ત્યાંસુધી કહેછેકે તળાજા પંથક ની ડિમાન્ડ દરરોજ ની 50 પેટી થી વધુ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *