કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા વિવેકભાઈ ભીમશીભાઈ ચાવડા નામના 21 વર્ષના આહીર કોન્ટ્રાક્ટર યુવાનની માલિકીની આવેલી ચોક્કસ સર્વે નંબરની જગ્યામાં નુકસાની કરવાના ઈરાદાથી પ્રવેશ કરીને આ જગ્યામાં કરવામાં આવેલી ફેન્સીંગ તેમજ પોલને જે.સી.બી. વાહન મારફતે તોડી પાડવા સબબ ભાટિયા ગામના રામ નાથા ગઢવી, જામનગરના કિશન ગઢવી તેમજ જેસીબી વાહનના ચાલક દ્વારા પ્રવેશ કરી અને બાઉન્ડ્રીના તાર તેમજ 250 જેટલા પોલ તોડી પાડવામાં આવ્યા હતા.
જેના કારણે તેઓને આશરે રૂૂપિયા ત્રણ લાખ જેટલી નુકસાની થયાનું પોલીસમાં જાહેર થયું છે.આ દરમિયાન આરોપીઓને રોકતા સિક્યુરિટી કર્મચારી નારણભાઈ વજશીભાઈ કંડોરીયાને આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે.જે સંદર્ભે પોલીસે તમામ ત્રણ શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
ખંભાળિયામાં બે સ્થળોએ જુગાર દરોડામાં ચાર શખ્સો ઝડપાયા
ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાંથી પોલીસે મુરુ રામસંગ મકવાણા અને પ્રભુ ઉર્ફે અજય નાનકભાઈ શ્રીમાળીને તેમજ અહીંની જી.વી.જે. સ્કૂલ પાછળથી કાના કરમણ રૂૂડાચ અને વિજય કેશુ સોઢા નામના શખ્સોને જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
