ગોકુલધામ આવાસ યોજનામાં રહેતા દિપિકાબેન પ્રકાશભાઈ ઝીંઝુવાડીયા(ઉ.30)એ ફરિયાદમાં તેમના પતિ પ્રકાશ લલિત,સસરા લલિત રમણિક,સાસુ સરોજ લલીત,જેઠ ધર્મેશ અને જેઠાણી નંદનીબેન ધર્મેશભાઈ વિરૃદ્ધ ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
દીપિકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પિયરમા છેલ્લા ત્રણ વરસથી રહું છું.મારે સંતાનમા બે જુડવા બાળકો છે.
પતિ પ્રકાશભાઇ ઝીંઝુવાડીયા જેઓને પોતાનું જવેલર્સ નો શો-રૂૂમ છે.લગ્ન બાદ મારું લગ્નજીવન આશરે સાત -આઠ મહિના સરખી રીતે ચાલ્યું હતું.બાદ મારા સાસરી વાળાએ ત્રાસ આપવાનુ ચાલુ કરી દીધેલ અને મારા સાસુ સસરા અને જેઠ-જેઠાણી તેમજ અમારા પતિ મને અવારનવાર મને ઘરકામ બાબતે મ્હેણા ટોણા મારતા અને કહેતા કે તને કાંઈ કામ કરતા આવડતુ નથી અને તારા મમ્મીએ કાંઈ શીખવાડ્યુ જ નથી. તેમ કહી અમને મ્હેણા ટોણા મારી દુખ ત્રાસ આપતા બાદ મારે લગ્નને સાતેક મહિના પછી મને પ્રેગનેન્શી રહેતા મને થયુ કે હવે બધુ સારુ થઈ જશે.બાદ મારા પ્રેગનન્શીના પાંચ મહિના દરમિયાન મારી તબિયત સારી રહેતી નહોતી જેથી મારો પતિ અને મારી સાસરી વાળા મને કહેતા કે તું મંદબુધ્ધી ની છો એમ કહી મને મારા માવતર મુકી જતા હતા.
ત્યારબાદ ચાર -પાંચ દિવસ અમારા સાસુ એ અમોને દુધ લેવા મોકલ્યા તે દરમિયાન મારા સાસુ મને ત્રીજા માળેથી ધક્કો લાગતા હું પડી ગયેલ ત્યારબાદ હું ચાલી શકતા ન હોય જેથી પાડોશી મને ઉભી કરી મારા ઘરે મુકવા આવેલ. પતિ મને કહેતો કે મારી પાસે પૈસા નથી. તારા મમ્મીને કે તને દવાખાને લઇ જાય જેથી હું મારા મમ્મીને ફોન કરી અને તેડાવતી પછી મારા મમ્મી મને દવાખાને લઇ જતી અને દવાખાનાનો ખર્ચ પણ આપતા નહી.બાદ મારા સસરા મારી પર શંકા કરી અને મારી સાથે ઝઘડો કરતા અને જેમ ફાવે તેમ બોલતા અને મા રા જેઠ મને કહેતા કે તને અમારા પરીવાર સાથે રહેતા આવડતુ અને અમારી સાથે ભળતી નથી. મારા જેઠાણી પતિ ને મારી વિરુધ્ધ ચઢામણી કરતી.
બાદ મારા પતિ ને જેઠાણી સાથે આડા સંબંધ હતા જે બાબતે મેં મારા સાસુને વાત કરતી તો મારા સાસુ મને કહેતા કે આવુ બધુ તો ચાલ્યા કરે એમ કહી વાત ટાળી દેતા.બાદ આવી રીતે મારા સાસરી વાળા મને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.આ મામલે બાળકો થયા બાદ પણ સાર સંભાળ ન રાખતા અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
